________________ - ચતુર્થ પવિ. ૧ર૩ અપંગ પ્રાણુઓને તથા ભિખારીઓને દયાથી દાન આપી પતિના ચર તથા પુણ્યનું પોષણ કરે છે. ત્યાર પછી પાછી બીજા ટંકની રસોઈ કરવાના કામમાં રોકાય છે. આમ આખો દિવસ તે કામમાં ગુંથાયેલી જ રહે છે. આટલું કર્યા પછી વળી પતિને ખુશ કરવાને માટે સ્નાન કરી શણગાર સજે છે. સાંજના દી કરી ઘરને પ્રકાશિત કરે છે. શયનગૃહ શણગારી તથા શય્યા બિછાવી જ્યાં સુધી પતિ ન આવે ત્યાં સુધી જાગતી રહે છે, ભેગ સુખ દે છે, કુળની વૃદ્ધિ કરવાના સાધનરૂપ સંતતિ ઉત્પન્ન કરી આપે છે, સવારના પતિની પહેલાં ઉઠીને પાછી ઘરના કામમાં લાગી જાય છે. અતિશય દુઃખના વખતમાં જ્યારે માબાપ અને ભાઈ બહેન વિગેરે સગાંવહાલાંઓ દૂર ચાલ્યા જાય છે ત્યારે પણ સ્ત્રી પતિને તજીને જતી નથી. ઘણા વીર પુરૂષ જેવાએ પણ સ્ત્રીને તજી દીધાના દાખલા આપણે જોઈએ છીએ, પરંતુ કોઈ કુળવતી સ્ત્રીએ પતિને છેડી દીધું હોય તેવું કદિ પણ સાંભળ્યું છે ખરું? આ પ્રમાણે છતાં પ્રિયસખિ! આના બદલામાં પુરૂષ શું કરે છે? આખી જંદગી ગૃહસ્થાશ્રમમાં નિર્વાહ કરવા છતાં કઠેર હૃદયવાળા પુરૂષે આવી કમળથી પણ સુકમળ સ્ત્રીઓને નિયપણે મારે છે. વળી આ જગતમાં નિંદા કરવાને ગ્ય નિર્દય કામ કરનારા પુરૂષ જ જોવામાં આવે છે. દાખલા તરીકે બધા વ્યસનના બીજરૂપ જુગાર પુરૂષજ રમે છે, શિકારવડે વનમાં પશુઓને મારવામાં પણ પુરૂષો જ હોય છે, ઉગ્ર પાપ બાંધવાનું મૂળ સાધન અભક્ષ્યનું ભક્ષણ-તેમાં આસક્ત પણ પુરૂષ જ હોય છે, કારણ કે સ્ત્રીઓ તે તેઓનું લાવી આપેલું જ રાંધી આપે છે. ચેતનને વ્યગ્ર કરી નાખનાર, બુદ્ધિને મુંઝાવી દેનાર, મુશ્કેલીમાં મેળવેલા