________________ ચતુર્થ પલ્લવ. 121 - ફક્ત સમરણ માત્રથી પણ મનુષ્યને દુર્ગતિમાં ઘસડી જાય છે. આ બાબતમાં એક કથા કહું છું તે સાંભળ– સુનન્દા તથા રૂપસેનની કથા. પૃથ્વીભૂષણ નામના નગરમાં કનકાવજ નામને રાજા રાજ્ય કરતું હતું, તેને યશોમતી નામની રાણે હતી. તેઓને ગુણચંદ્ર તથા કીર્નિચંદ્ર નામના બે પુત્રો તથા રૂપ, યૌવનાદિ ગુણોથી ભરપૂર, ચોસઠ કળામાં પ્રવીણ સુનન્દા નામની પુત્રી હતી. તે બાળક હેવાથી કામને ઉદ્વવ હજુ તેને થયો નહોતે. એકવાર તે સખીઓ સાથે સાત માળવાળા મહેલની ઉપરની અટારી ઉપર ઉભી ઉભી નગરનું સ્વરૂપ નિહાળતી હતી. બહુજ ઉંચાણમાં રહેલી હોવાથી તેની દ્રષ્ટિ ઘણે દૂર સુધી પહોંચી શકતી હતી. આ વખતે એક મોટા શેઠને ઘરે યુવાન, રૂપવાન તથા સુંદરતામાં દેવતાની સ્ત્રીને પણ ઝાંખી પાડી નાખે તેવી એક સ્ત્રી હતી. તેના વિનયાદિ ગુણે, મધુર વચને તથા દર્શન માત્રથી ક્રોધી માણસને ક્રોધ પણ ટકી શકતો નહિ. આવી ઉત્તમ સ્ત્રીને પતિ કઈ સાચું છેટું મ્હાનું કાઢીને તેને લાકડી વડે નિયપણે ભારતે હતો. તે સ્ત્રી પતિના પગમાં માથું ધરી મીઠા શબ્દોથી વિનવતી હતી કે- સ્વામી ! પ્રાણાધાર ! મેં કાંઈજ અપરાધ કર્યો નથી, કેઈ દુષ્ટ માણસના અસત્ય વચનોથી શા માટે આપ મને મારે છે? હું કુલીન કુટુંબની કન્યા છું. આપ મારી ઉપર મૂકવામાં આવતા ખેટા દેષની જરા તપાસ તે કરે? જે મારામાં દૂષણ પૂરવાર થાય તે પછી તમને ગ્ય લાગે તેમ કરજે. તે સિવાય મને નાહક મારવાથી આપના હાથમાં શું આવે છે? આવી