________________ ધન્યકુમાર ચરિત્ર. તૃતીય પલ્લવ. તો ય ક્તિપૂર્વક તથા હિત વચનોથી તે ત્રણે મોટા ભાઈઓને બોધ આપ્યા છતાં અદેખાઈની આગથી સળગી જતા હૃદયવાળા તેત્રણે મેટા ભાઈઓ જેમ મેઘની ધારાથી પર્વત ઉલટા કઠણ થાય છે તેમ વધારે વધારે જડ થવા લાગ્યા. એક દિવસ તેઓ પિતાને કહેવા લાગ્યા કે–પિતાજી! તમે એકદમ અમને શિખામણ આપવા મંડી જાઓ છે, પરંતુ આપ જરા વિચાર તે કરે કે ધન્યકુમારે હેડ બકીને બે લાખ મેળવ્યા, તેથી કાંઈ તેની વ્યાપારની કુશળતા જણાય નહિ તેનું નામ તે જુગાર કહેવાય. અમે જુગારમાં આસક્ત ધન્યકુમારના વખાણ કેવી રીતે સહન કરી શકીએ ? વ્યાપારની કુશળતા બતાવી ધન મેળવ્યું હતું તે અમે પણ તેની પ્રશંસા કરત. જુગારથી લાભ તે કવચિત્ જ થાય છે, પરંતુ ધનની હાનિ તે નિરંતર થાય છે. વળી આ ધંધે કુલીન માણસેને છાજે પણ નહિ. બિલના તીરની માફક કેઈક વાર નિશાન બરાબર લાગી જાય તેમાં શું વળ્યું? સાચી પરીક્ષા તે વ્યાપારથી થાય, આવી પ્રપંચાદિ ક્રિયાથી ન થાય.' પુત્રોનાં વક્રોક્તિ ગભિત આવાં વચને સાંભળીને પોતતાના ભાગ્ય અજમાવવાને ધનસારે ચારેને ફરીથી સે સે સેનાના માસા આપીને મેકલ્યા. તેમાંથી પેલા ત્રણ ભાઇઓ તે આગલા