________________ | દ્વિતીય પલ્લવ. રહેતાં એક વર્ષ પસાર થઈ ગયું. હવે ઉનાળાના દિવસની એક સાંજે રાજા પિતાની પત્ની તથા પંકપ્રિય સાથે ફરવા માટે શહેરની બહાર નીકળે. જુદી જુદી જાતનાં ઝાડનું નિરીક્ષણ કરતાં એક સ્થળે બેરનું ઝાડ જોઈને રાજાએ રાણીને પૂછયું કે–દેવી આ ઝાડનું નામ શું છે તે કહે.' સુખમાં ડુબી ગયેલ રાણી પિતાની આગલી અવસ્થા બીલકુલ ભૂલી ગઈ હતી. રાજલીલામાં મરત થયેલ તેણીએ કહ્યું કે“આ ઝાડનું નામ મને યાદ નથી, આપ કહે તેનું શું નામ હશે?” આ પ્રમાણેનું રાણીનું કહેવું સાંભળી પંકપ્રિય ઈર્ષ્યાથી મુઠી વાળીને પિતાનું માથું કુટવા મંડ્યો. રાજા તેની આવી રિથતિ જોઈને નેકરને પૂછવા લાગે કે–અરે ! પિતાનું મત હાથે કરીને માગી લેનારા કેણ માણસે મારી આજ્ઞાને ભંગ કરીને અને તેની ઈર્ષ્યાને પિષણ મળે તેવું વચન સંભળાવ્યું?' સેવકે એ જવાબ દીધે કે–હે સ્વામી ! તમારી આજ્ઞાને ભંગ હજુ સુધી તે કેઈએ કર્યો નથી.” રાજાએ આ ઉપરથી પંકપ્રિયને જ માથું કુટવાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે જે ખખા કાલે બેર વીણતી હતી તે આજે આ બેરના ઝાડને પણ ઓળખતી નથી. હું આવી સાંભળી ન શકાય તેવી વાત સાંભળવા કરતાં પાછો જંગલમાં જઈને જ રહીશ.” આ ઉત્તર સાંભળી રાજાએ વિચાર્યું કે–“જે આપેલી સાહીબીથી ખખ્ખા પિતાની આગલી સ્થિતિ ભૂલી જઈને સુખમાં મગ્ન થઈ ન જાય તે પછી મારી પ્રસન્નતાનું વાસ્તવિક ફળ જ શું? મેઘ વર્ષતાં પૃથ્વી જે અંકુરાવાળી ન થાય તે પછી મેઘની મહત્વતા પણ શું? માટે આ બાબતમાં આનંદમાં નિમગ્ન થઈ