________________ 68 વિરલ વિદ્ધતિભા અને મનુષ્ય પ્રતિભા કરેલું. મહાવીર-અંક માટે લેખકોને નિમંત્રણ આપતી વખતે એમણે 34 વિષયો સૂચવેલા. એ પૂર્વે એક વખત એમણે “જૈનો અને જૈન ધર્મ વિષયે કેવાં લખાણોની જરૂર છે ?" એવા શીર્ષકથી 207 વિષયો સૂચવેલા. (હેરલ્ડ, જુલાઈ 1913). દર વર્ષે પોતાના સામયિકમાં આવેલા વિવિધ પ્રકારના લેખોની મોહનભાઈ તારીજ કાઢતા, અને આવેલા પ્રતિભાવોનું અવલોકન પણ કરતા. તંત્રી એટલે આવેલું ભેગું કરી છાપી નાખનાર નહીં પણ પત્રનું રવરૂપ ઘડનાર, લેખકોને વિષયો પૂરા પાડનાર, પત્ર પોતાના ઉદ્દેશની સિદ્ધિમાં કેટલું સફળ રહ્યું છે એ પરત્વે બીજાની પરીક્ષા સ્વીકારનાર તથા જાતપરીક્ષા પણ કરનાર - એવો તંત્રીત્વનો ઉચ્ચગ્રાહ રાખીને મોહનભાઈએ પોતાનું કાર્ય બનાવ્યું છે. ઉત્તમ કાર્યની પણ ઉગ્ર ટીકા આવું ઉત્તમ કાર્ય છતાં મોહનભાઈ ટીકાથી બચી શક્યા નથી, એમની ઉગ્ર ટીકા થઈ છે. “જૈન રિબૂ' (મે-જૂન 1918) “હેરલ્ડ'ની દેવાદાર સ્થિતિ માટે મોહનભાઈની લેખનશક્તિને જવાબદાર ગણે છે! અને તેમની સંપાદકીય નીતિની ટીકા કરતાં કહે છે કે - " “હેરલ્ડ' ખાતે કૉન્ફરન્સને દર વરસે જે ખોટ ખાવી પડે છે તેથી જ નહીં, પણ હેરલ્ડ'માં તીર્થંકરો વગેરેની તસવીરો પ્રગટ થવાથી તેમજ લેખોમાં પણ કોઈ વખતે થતી ગફલતી અને નાણાં અને લેખોની સગવડ છતાં માસિકમાં હંમેશાં થતી અનિયમિતતા પુરવાર કરે છે કે કોંન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી તરીકે તેઓની રાજનીતિ નિષ્ફળ ગઈ છે. “હેરલ્ડ'નો મુખ્ય હતુ કૉન્ફરન્સ અને તેનાં ખાતાંઓ વધુ ને વધુ લોકપ્રિય બનાવવાનો છે, જે હેતુ એટલી હદ સુધી નિષ્ફળ ગયો છે કે કૉન્ફરન્સ લોકપ્રિય બનવાને બદલે કૉન્ફરન્સ તરફ સાધુઓ અને શ્રીમંતોની સૂગ વધતી જ જાય છે...” | મોહનભાઈએ પોતે પણ હેરલ્ડનું તંત્રીયદ છોડતી વેળા ાિન્યુ.-ફેબ્રુ. 1919) એની નીતિરીતિ સામે થયેલા આક્ષેપોની નોંધ લીધી છે અને એના ખુલાસા કર્યા છે. આ આક્ષેપો અને ખુલાસા આ મુજબ છે : પહેલો આક્ષેપ એ છે કે કૉન્ફરન્સને લગતા સર્વ વિષયો કે તેમાંનો ઘણો ભાગ આવતો નથી. એટલેકે કૉન્ફરન્સ દેશભરના સમગ્ર જૈન સમાજને