________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા પ૭ રીતે જૈનોમાં ઘણો કચવાટ ઉત્પન્ન થયો છે.” પણ મુનશીને મત ન આપવાના ઠરાવની યોગ્યયોગ્યતા વિશે મતભેદનો એ સ્વીકાર કરે છે, “ગુજરાતી” પત્રનો એ અભિપ્રાય પણ એ ઉદ્ધત કરે છે કે “આ સંબંધમાં અમારે કહેવું જોઈએ કે જૈનોનું આ પગલું સહજ છે તેટલું જ અવસરને યોગ્ય નથી. ધાર્મિક ચળવળને રાજકીય ચળવળ સાથે ભેળવી દેવામાં ભૂલ થઈ છે'' અને પોતાનું દૃષ્ટિબિંદુ આ પ્રમાણે રજૂ કરે છે : “અમે હૃદયપૂર્વક જણાવીએ છીએ કે “લોકસમૂહ” ઊછળી જાય એ સ્વાભાવિક છે. ચૂંટણીના સમયનો મોકો લઈ મિ.મુનશીને મત ન આપવા બાબતનો ઠરાવ કરવો એની યોગ્યાયોગ્યતા માટે મતભેદ હોવા છતાં રા.મુનશી જેવાએ તો સમજુ થઈ આખી કોમની ક્ષુબ્ધ લાગણીને માન આપી તેને યોગ્ય રીતે સંતોષવી ઘટે અને એક સાક્ષર તરીકે તેઓએ તે પ્રકારની પ્રામાણિકતા બતાવવી ઘટે... એ જ ઈચ્છીએ છીએ. એમ થશે માટે આવેશમય ન થવું એ વાત તો ઉપરોક્ત પ્રોટેસ્ટ સભામાં અમે વ્યક્ત કરી હતી.” (ર્જનયુગ, ફાગણ 1983) મોહનભાઈને ઈષ્ટ આંદોલનનો માર્ગ મોહનભાઈ મુનશીને મત ન આપવાના ઠરાવ સાથે પોતાની સ્પષ્ટ સંમતિ કે અસંમતિ દર્શાવતા નથી, પણ જૈનોની લાગણીની સાથે તો એ છે જ. તો પછી આંદોલનનો માર્ગ ક્યો હોઈ શકે ? મોહનભાઈને ઈષ્ટ આંદોલનનો માર્ગ કૉન્ફરન્સ નીમેલી મુનશી કમિટી, જેના મોહનભાઈ પણ એક સભ્ય હતા તેના ઠરાવમાં સૂચવાયેલો છે એમ કહી શકાય : જૈન-જૈનેતર વિદ્વાનોના અભિપ્રાયો મેળવી પ્રગટ કરવા, મુનશી સંતોષકારક ખુલાસો ન કરે તો તેમની નવલકથાની સમાલોચના કરવી, સભાઓ દ્વારા વિરોધ રજૂ કરવો, મુનશીની કૃતિ પાઠ્યપુસ્તક તરીકે મુકરર થાય તે સામે ચળવળ કરવી વગેરે. આ ઠરાવ સાથે પણ મોતીચંદભાઈએ - એ કમિટીના એક સભ્ય હતા જ - પોતાની અસંમતિ દર્શાવેલી, એમ કહીને કે “સુરુચિની મર્યાદામાં અરસપરસ વિચારોનો વિનિમય અને પત્રવ્યવહાર ઈષ્ટ હેતુ પ્રાપ્ત કરી શકે.” (જૈનયુગ, જ્યેષ્ઠ 1983) મોતીચંદભાઈએ કમિટીના ઠરાવ અંગે ગેરસમજણ ઊભી કરી છે એમ કહી તેના ખુલાસા રૂપે કશા ટીકાટિપ્પણ વગર આ