________________ 54 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા કૉન્ફરન્સ સભાનો અધિકાર હોવો જોઈએ અને સભામાં ઠરાવ રજૂ કરવા દેવામાં ન આવ્યો એ ખોટું થયું છે; ઠરાવ પર મત લેવાયો હોત તો મોહનલાલ દેશાઈની નિમણૂક કદી થાત જ નહીં. એટલે અંતે વાંધો તો મોહનભાઈની સામે વ્યક્તિગત જ આવીને ઊભો રહે છે. જૈન રિન્યૂ' મોહનભાઈને એવી વ્યક્તિ તરીકે વર્ણવે છે જે નાના હોદાઓ અને નાનાં ખાતાંઓમાં પણ નિષ્ફળ નીવડેલ છે. “હેરલ્ડ'ની, એજ્યુકેશન બૉર્ડની અને સુકૃત ભંડારની કામગીરીને એ નિષ્ફળ ગણાવે છે. કોન્ફરન્સનું કપરું કામ ખરી હકીકત એ છે કે કૉન્ફરન્સને પોતાને જૈન સમાજનો હંમેશાં યોગ્ય સહકાર મળ્યો નથી, એ સંસ્થા સર્વમાન્ય બની નથી અને એથી કૉન્ફરન્સની પ્રવૃત્તિઓમાં વેગ તથા મંદતા, એના સમગ્ર ઇતિહાસકાળમાં, આવ્યાં કર્યો છે. કૉન્ફરન્સનો એક ટીકાકાર વર્ગ હંમેશાં રહ્યો છે. છેક ૧૯૧૩માં કૉન્ફરન્સો નકામી છે એમ કહી એની વિરુદ્ધ બુમરાણ કરનારા અને એના હસ્તકના સુકૃત ભંડારમાં ચાર આના નહીં આપવાની હિલચાલ ચલાવનારા કહેવાતા આગેવાનો (ખાસ કરીને અમદાવાદીઓ)ની નોંધ કોઈ પત્રકારે લીધી છે. (હેરલ્ડ, ડિસેં.૧૯૧૩) આમ છતાં મોહનભાઈ તો આવી ટીકાઓ તરફ ઉદારભાવે જ જુએ છે ને લખે છે કે “જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સના કાર્યવહન સામે ટકાની સખ્તાઈ સદરહુ કૉન્ફરન્સ વખતે થયેલા ફંડની “ખોદ્યા. ડુંગર ઔર પાયા છછુંદર' જેવી સ્થિતિ જોતાં ગેરવ્યાજબી ન ગણાતાં આ મિત્રભાવે લખાયેલા સર્વે લેખોમાં છુપાઈ રહેલાં શુભ તત્ત્વો આદરણીય લાગે તો ગ્રહણ કરવામાં સમાજને લાભ છે.” (હેરલ્ડ, ઑગસ્ટ-ઑક્ટોબર 1916) મોહનભાઈ ચાવીરૂપ હોદ્દા પર તો ઘણો થોડો સમય રહ્યા છે એટલે કૉન્ફરન્સની જે કંઈ નિષ્ફળતા કોઈની દૃષ્ટિએ હોય એમાં એમનો ફાળો ઘણો અલ્પ ગણાય. મોહનભાઈનું કૉન્ફરન્સમાં પ્રદાન ખરેખર તો કૉન્ફરન્સનું કામ ઘણું કપરું હતું. જૈન સમાજનાં અનેક તડાંને સાથે રાખવાં અને નવા યુગની હવા ફૂંકાતી હતી તેની સાથે તાલ મિલાવવો એ એક પડકાર હતો. રૂઢિચુસ્ત વર્ગ તરફથી આમાં અનેક અવરોધો