________________ પર વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા તેઓ બાકીની સઘળી સંસ્થાઓમાં સભાસદ છે, એટલે લાગવગ ધરાવે છે. તેઓએ પોતાના હેરલ્ડ'ના માસિકમાં પોતાના મિત્ર રા.રા.વાડીલાલ મોતીલાલ શાહના ઘણા લેખો પ્રગટ કર્યા છે અને રા.રા.વાડીલાલભાઈએ પોતાના આ વફાદાર મિત્રની આ સેવાની કદર બૂઝી પોતાના હસ્તકના વિદ્યાર્થીગૃહના કારોબારી ખાતામાં રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈની નિમણૂક કરી છે.” (જૈન રિન્યૂ, મે-જૂન 1918, પૃ.૫૪-૫૫). મોહનભાઈ સામેનો વિરોધ ધર્મધ્વજે પણ મોહનભાઈને “મોતીચંદભાઈ મમ્મા પાર્ટીના મેમ્બર' એવી ગાળ આપેલી. આમ, આ ત્રિપુટી અને મમ્મી પાર્ટી કેટલાક લોકોની આંખે ચડેલી એમ સ્પષ્ટ દેખાય છે. “જૈન રિન્યૂએ જે ટીકા કરી છે તે મોહનભાઈને કૉન્ફરન્સના ઓનરરી આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી તેને અનુલક્ષીને કરવામાં આવી છે. એમાં પ્રથમ કારણ તો વૈધાનિક છે. કારણ વિગતે મુકાયેલું છે તે સમજવા જેવું છે : ગયા એપ્રિલ માસમાં કૉન્ફરન્સના ઑનરરી આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી તરીકે રા.રા.મકનજી જૂઠા બૅરિસ્ટરે રાજીનામું આપ્યું એટલે હાલના બંધારણ પ્રમાણે આ નિમણૂક પૂરવાનું કાર્ય કૉન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટી પર આવ્યું. આ સ્ટેન્ડિંગ કમિટીમાં ઘણા સભાસદો છે અને તેમાં રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈ પણ એક સભાસદ છે. કૉન્ફરન્સનું સઘળું કામ આ સ્ટેનિંગ કમિટી, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી મારફતે કરે છે. કૉન્ફરન્સનાં સઘળો ખાતાઓ, કૉન્ફરન્સનાં ફંડો અને કૉન્ફરન્સના હોદ્દેદારો પર દેખરેખ રાખનાર આ સત્તાધિકારી મંડળ છે. એક નિયમની ખાતર તેથી કૉન્ફરન્સના કારોબારી ઓધેદારની નિમણૂક સ્ટેન્ડિંગ કમિટીમાં નહીં જ થવી જોઈએ, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના કોઈબી સભાસદનો કૉન્ફરન્સના કોઈબી ખાતામાં નરરી કે પગારદાર ઓધ્ધા પર નહીં જ નીમવામાં આવવા જોઈએ. આ નિયમ જાળવવામાં આવે તો જ અને તો જ કૉન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટી કૉન્ફરન્સના નાનામોટા ખાતાઓ પર અસરકારક અને ચાંપતી દેખરેખ રાખી શકે અને કોઈ પણ ખાતાની નિરંકુશ રાજનીતિ અટકાવી શકે અને નિયમમાં રાખી શકે. હિંદના આગેવાનો ન્યાયખાતું અને કારોબારી ખાતું જુદું રાખવાની જે