________________ 4s વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા નમ્ર અને ધર્મતત્ત્વની વિશાલ દૃષ્ટિવાળા અભ્યાસીને હાથે આ કામ થયું હોત તો એ ઘણું ઉપયોગી પુરવાર થયું હોત એમાં શંકા નથી, પણ દુર્ભાગ્યે એમનો એ મનોરથ પાર પડ્યો નથી. વિચારસૃષ્ટિને વ્યાપ મોહનભાઈની વિચારસૃષ્ટિનો વ્યાપ ઘણો મોટો હતો. વિવિધ વિષયો પરત્વે એમણે દર્શાવેલા વિચારોની નોંધ લેવાનું અહીં શક્ય નથી, એવો ઉપક્રમ પણ નથી. અહીં તો એમની કેટલીક વિચારદિશાઓની ઝાંખી કરાવવાનું પર્યાપ્ત ગયું છે. મોહનભાઈનાં બહુસંખ્ય અગ્રંથસ્થ લખાણો છે. એમના વિચારોની દુનિયાનો વીગતે પરિચય તો એ લખાણો ગ્રંથસ્થ થાય અને એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે જ થઈ શકે. પરંતુ મોહનભાઈએ કેવાકેવા વિષયો પર કલમ ચલાવી છે એનું દિગ્દર્શન તો એમના લેખોનાં કેટલાંક શીર્ષકો જોવાથી પણ થશે : “જૈનો અને વ્યાયામ”, “હુલ્લડમાં જૈનોની દશા', જૈન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ,” “જૈન દૃષ્ટિએ મહાત્મા ગાંધી', “આત્મઘાત - એક બહેન પ્રત્યે પત્ર”, “કાગડાઓને શું શાંતિથી રહેવાનો હક્ક નથી ?" “દેશી રાજાઓને માનપાન', પડદો કાઢી નાખો', “સમાજમાં નારીનું સ્થાન”, “સંમતિવય સમિતિ', સ્ત્રિીઓના હક્કો વિશે સંવાદ' વગેરે. એક માત્ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જોવાથી પણ મોહનભાઈની વિચારસૃષ્ટિના વ્યાપની ઝલક મળે તેવું છે. એનાં છેલ્લાં ચાર પ્રકરણોમાં જૈન ધર્મસિદ્ધાન્તો, સાહિત્ય, ઇતિહાસ, કલા, સંઘવ્યવસ્થા, સાધુ-શ્રાવક સંસ્થાઓ, જ્ઞાનભંડારો, તીર્થો વગેરે વિશે ગાંધીજી, આનંદશંકર જેવા જૈનેતર વિદ્વાનોનાં ઉદ્ધરણો સાથે જે વિચારનિષ્ઠ સામગ્રી રજૂ થઈ છે તેમાં મોહનભાઈની આધુનિક ને પ્રસંગે ચિકિત્સક બનતી દૃષ્ટિનો આપણને પરિચય થાય છે. પણ વધારે ધ્યાન ખેંચે છે તે તો ગ્રંથના આરંભમાં મુકાયેલું પપ પાનાનું નિવદેન. એમાં આ ગ્રંથના લેખન વિશેની વીગતે માહિતી આપવા ઉપરાંત અન્ય કેટલાબધા વિષયો વિશેના વિચારો સંગ્રહ્યા છે ! - જૈનો હિંદુ છે, શાસ્ત્રોને નામે થતા અનર્થો અને જાહેર સેવકનું કર્તવ્ય, ધર્મનું વ્યાપક સ્વરૂપ, સુધારાની યુવકોની શક્તિ અને યુવકો સાથે પ્રેમભર્યા સંબંધની જરૂરિયાત, અક્ષરજ્ઞાન અને કેળવણી, સ્વભાષાનું મહત્ત્વ, હિંદી