________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા થાય અને એનું પ્રકાશન થાય એ અત્યંત જરૂરનું છે. જૈન સાહિત્યને એને યોગ્ય સ્થાન મળશે કે જૈનેતર સાહિત્યમાં એ ભળી જશે એટલેકે એને શુદ્ધ કેવળ ગુજરાતી સાહિત્ય જ લેખવામાં આવશે ત્યારે જૈનો અને અર્જેનો એક સમાન હેતુ માટે હાથ મિલાવશે.” (જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, સપ્ટે.-નવે. 1917, અંગ્રેજી પત્રનો અનુવાદ) આનો અર્થ એ છે કે જૈન સાહિત્યની સેવા એ મોહનભાઈએ સુચિંતિત રીતે સ્વીકારેલો ધર્મ હતો એટલું જ નહીં પણ એ ઐતિહાસિક પરિસ્થિતિએ પ્રાપ્ત કરાવેલો ધર્મ હતો. ગુજરાતી સાહિત્યના ઇતિહાસો જોતાં મોહનભાઈએ જે વિચારોથી પ્રેરાઈ જૈન સાહિત્યની સેવા કરવા ભેખ ધર્યો એ વિચારોની યથાર્થતા સમજાશે. 1914 સુધી ગુજરાતી સાહિત્યના ઇતિહાસોમાં જૈન લેખકોને ક્યાં સ્થાન હતું? મોહનભાઈએ જૈન સાહિત્યના મૂલ્યવાન ભંડારને ખુલ્લો કર્યો ને એના અભ્યાસો પણ આપ્યા તે પછી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જૈન સાહિત્યને કંઈક પ્રવેશ મળવો શરૂ થયો. પણ તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં મોહનભાઈને જૈન અને અજૈન સાહિત્યના ભેદો ઈષ્ટ નહોતા. બન્ને પ્રવાહો એક સાથે ભળે અને શુદ્ધ કેવળ ગુજરાતી સાહિત્યનો પ્રવાહ વહે એ એમની ઝંખના હતી. છેક ૧૯૨૭માં “જૈન ગૂર્જર કવિઓ' ભા.૧ના અને ૧૯૩૧માં જૈન ગૂર્જર કવિઓ' ભા.રના અવલોકનમાં સાહિત્ય' માસિક જૈન અને બ્રાહ્મણ સાહિત્ય જુદાં ખીલ્યાં હોવાનું માને છે, જૈન સાહિત્યની જૂની ભાષાને ગુજરાતી ગણવાનું અનુચિત ગણે છે તથા માત્ર જૈન સાહિત્યને જ સાંપ્રદાયિક સાહિત્યનું લેબલ લગાડે છે ત્યારે મોહનભાઈ અંબાલાલ જાનીના ટેકાથી ખુલાસો કરે છે કે જૈન અને બ્રાહ્મણ સાહિત્ય વસ્તુતઃ જુદાં નહોતાં, એ બંનેની ભાષા જુદી હતી એ હસ્તપ્રતોના વિશાલ પરિચયના અભાવે ઊભી થયેલી ભ્રાન્તિ જ છે ને જૈન સાહિત્ય જે અર્થમાં સાંપ્રદાયિક છે તે અર્થમાં બ્રાહ્મણ સાહિત્ય પણ સાંપ્રદાયિક છે : પ્રેમાનંદનાં આખ્યાનો પણ સાંપ્રદાયિક બ્રાહ્મણ પુરાણકથા પરથી લખાયેલાં છે ને તેમાં પણ સાંપ્રદાયિક પરિભાષા આવી છે. તેવી પરિભાષા ચિરપરિચિત થતાં સાધારણજનમાન્ય થાય છે. શબ્દપ્રયોગો પણ પ્રાચીન તેમજ પ્રાચીન પરથી ઉદ્ભવેલા વપરાય છે. જેમ બ્રાહ્મણોનું તેમ જૈનોનું. તેથી પ્રાચીન વિ.૩