________________ 128 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ત્યારે તેઓ આવીને મને કહે, “પંડિતજી, આમાં હું પાંચસો રૂપિયા આપીશ.” હું તો સાંભળી જ રહ્યો. મેં કહ્યું : “મોહનભાઈ, તમારા માટે તો આ બહુ કહેવાય.” તો કહે કે “મને આ કામ પસંદ છે. એટલે મારે એમાં ભાગ લેવો જોઈએ.” આમ શ્રી મોહનભાઈનું જીવન અર્પણનું જીવન હતું એ જોઈ શકાશે. ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે તેઓ કાંઈ ને કાંઈ જરૂર લખી મોકલાવે. આચાર્ય શ્રી જિનવિજયજીએ “જૈન સાહિત્ય સંશોધક શરૂ કર્યું તો મોહનભાઈનો એમાં સક્રિય સાથ. શ્રી વાડીલાલ મોતીલાલ તેમના પ્રાથમિક મિત્ર, પણ તેમનો વિશેષ અને સ્થાયી પરિચય તો ઐતિહાસિક અને તટસ્થ દૃષ્ટિવાળા શ્રી નાથુરામ પ્રેમીજી તથા આચાર્યશ્રી જિનવિજયજી સાથે. મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રથમથી જ એક કાર્યકર્તા, પણ તેમનું મુખ્ય પ્રવૃત્તિક્ષેત્ર પ્રાચીન સાહિત્યનો વર્તમાન યુગની દૃષ્ટિએ ઉદ્ધાર અને પરિચય કરાવવો તે. કૉન્ફરન્સના એક જાગરુક કાર્યકર્તા તરીકેનું તેમની સાથે સંકળાયેલું મારું સ્મરણ એ જેમ મારા માટે મધુર છે તેમ એ વિશે બીજાઓએ જાણવું એ તેથીય વધારે રોચક અને ઉપયોગી પણ છે. તેથી એનો ઉલ્લેખ જરા વીગતે કરું છું. આની પાછળ દૃષ્ટિ એ છે કે કૉન્ફરન્સના અત્યારના નવીન કાર્યકર્તાઓ અને હવે પછી આવનાર પેઢીના કાર્યકર્તાઓ કૉન્ફરન્સની પ્રવૃત્તિના એક અને મારી દૃષ્ટિએ મહત્ત્વના અંગથી પરિચિત રહે અને તે દિશામાં પ્રાપ્ત થતાં કર્તવ્યોને બરાબર સમજે. વળી કોન્ફરન્સની એ પ્રવૃત્તિનું બીજ ગમે ત્યારે વવાયું પણ અત્યારે એનાં જે પરિણામો આવ્યાં છે અને ઉત્તરોત્તર વિકસતાં દેખાય છે તેને બધા સમજદાર સમજી લે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવાના વિચારનું બીજ તો ૧૯૧૯ની કલકત્તા કૉંગ્રેસની બેઠક વખતે રોપાયેલું, પણ ફણગો ફૂટવાનો સમય 1930 પછી આવ્યો. શ્રી મોહનભાઈએ અમદાવાદમાં એક વાર મને પૂછ્યું, કે “તમે આ બાબત તટસ્થ કેમ છો ?" મેં કહ્યું : ““કૉન્ફરન્સના મંત્રીઓ અને કાર્યકર્તાઓ બહુ ભલા છે. પં.માલવિયજી જેવાના પ્રભાવમાં તણાઈ અમુક વચન આપી દે છે, પણ કાશીની સ્થિતિ તેઓ નથી જાણતા. મોહનભાઈના આગ્રહથી મેં કહ્યું કે ભલે પૈસા મોકલાવી દો, પણ આ શરતો સાથે સૂચવો.