________________ અંજલિ 125 એમાં પછી ઊંઘ કે આરામ જોવાનો જ નહીં. તેથી જ તેઓ કૉન્ફરન્સની બધી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લેતા અને પોતે રૂચિ તેમજ શક્તિ પ્રમાણે અમુક કામ હાથમાં લઈ તેને પૂરા ખંતથી અને મહેનતથી પાર પાડતા. જો કોઈ બીજા કાર્યકર્તા તેમને ભેટી જાય અને તેની પાસેથી કામ લેવાનું શક્ય હોય તો તેઓ તેને કૉન્ફરન્સ સાથે સાંકળી એક યા બીજી રીતે તેની પાસેથી પણ કામ લેવાનો માર્ગ મોકળો કરે. સદ્ભાગ્યે એમને સાથીઓ અને મિત્રો પણ સારા મળેલા. સદ્ગત મોતીચંદભાઈ, મકનજીભાઈ અને મોહનલાલ ઝવેરી વગેરે એમના સાથીઓ. જ્યાં એમની મંડળી મળી કે ત્યાં કાંઈક સર્જક વિચાર થાય જ અને કોઈ એક બીજાને પાછો ન પાડતાં ઉત્સાહિત જ કરે. આ વસ્તુ મેં મહાવીર જૈન વિદ્યાલયની મીટિંગોમાં તથા કૉન્ફરન્સ ઑફિસમાંના મિલન પ્રસંગે અનેક વાર જોઈ છે. મોહનભાઈની અંગત પ્રગતિ મુખ્યપણે સાહિત્યિક હતી. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત આદિ ભાષાઓમાં જ્યાં જ્યાં તેમને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે આચાર વિશે જાણવાનું મળે તે બધાંમાંથી તેઓ એકલે હાથે સંગ્રહ કરે. વાંચનાર પોતે, ભાષાન્તર કરનાર પોતે, પ્રૂફ જોનાર પોતે. એમ પોતાની બધી કૃતિઓમાં અને બધાં લખાણોમાં જે કાંઈ કરવું પડ્યું છે તે બધું લગભગ તેમણે પોતાને હાથે જ કર્યું છે. કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જૈનયુગ” જે તે વખતે કૉન્ફરન્સનાં મુખપત્રો હતાં, તેની ફાઇલો જોશો તો જણાશે કે એમાં મુખ્ય આત્મા એમનો જ રમે છે. તેઓ મને ઘણી વાર વાતવાતમાં કહેતા કે “લોકો લખાણોને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર તરીકે ગણી ટીકા કરે છે કે તમે “હેરલ્ડ' અને “જૈનયુગ'માં આ બધું નકામું શું ભરી રહ્યા છો ?' પણ હવે અત્યારે તો સૌને સમજાય તેવું છે કે મોહનભાઈનું પ્રવૃત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે ! પોતાના સાહિત્યિક કામને માટે શ્રી મોહનભાઈને અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેળવવી અને તપાસવી પડતી અને એ માટે કૉર્ટમાં રજાઓ પડે કે તરત જ તેઓ એ કામમાં લાગી જતા અને જરૂર લાગતાં અમદાવાદ કે પાટણના જ્ઞાનભંડારો જોવા માટે પ્રવાસ પણ ખેડતા. રજાઓનો ઉપયોગ