________________ 110 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કાયમી સ્મરણ રાખ્યું છે. મોહનભાઈ સામાજિક લોકો સાથે રહી સમાજનાં કામો કરતા, કેટલીક સામાજિક રૂઢિઓને અનુસરતા, પણ તેમને તેનું બંધન નહોતું. એમને બંધન હોય તો તે હતું એક માત્ર સદ્ગણઉપાસનાનું. તેથી જ તેઓ ગાંધીજીને એક મહાન પેગંબર તરીકે લેખતા અને તેમનાં સત્ય-અહિંસામૂલક લખાણો વાંચ્યા વિના કદી જંપતા નહીં. વિનમ્ર કર્મઠતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજતોત્સવ પ્રસંગે એક સભામાં વિદ્યાર્થીઓને સંબોધી મોહનભાઈએ કહેલું કે હું તદ્દન ગરીબાઈમાં મામાની મદદથી અભ્યાસ કરી આગળ વધ્યો છું. મને ગરીબાઈ તથા સાધારણ સ્થિતિનું ભાન છે. એ ભાન જ મને નમ્ર બનાવે છે. મારી સતત કામ કરવાની વૃત્તિ પણ એ સ્થિતિને આભારી છે. એ સભામાં તેમના મોઢેથી ઉપરની મતલબના ઉદ્ગારો મેં સાંભળ્યા અને પરિચય દરમ્યાન જાણેલ તેમના સ્વભાવ અને કાર્યપ્રવીણતા સાથે તુલના કરી તો મને તે વખતે જ તેમનું કથન તદ્દન સાચું લાગેલું. મુંબઈ, અમદાવાદ તેમ જ પ્રવાસ વખતે, બીજે ઘણે સ્થળે અમે સાથે રહ્યા છીએ. તે વખતે મેં જોયું કે નાના-મોટાનું કશું જ અંતર રાખ્યા વિના પ્રસંગ આવતાં સાધારણમાં સાધારણ ગણાય એવાં કામો પણ જાતે કરવામાં તેમને વકીલની પ્રતિષ્ઠા કે આધુનિક સભ્યતા આડે ન આવતી અને ૧૯૨૭માં અમે અંબાજી અને કુંભારિયાજી તરફ ગયેલા. કુંભારિયાજીના સુપ્રસિદ્ધ વિમલ મંત્રીનાં મંદિરોની કારીગરી જોવાનો. અને ઐતિહાસિક માહિતી મેળવવાનો ઉદ્દેશ હતો. મુનિશ્રી જિનવિજયજી ત્યાંના અસ્તવ્યસ્ત તેમજ ધૂળકીચડથી દબાયેલા અને ઘવાયેલા શિલાલેખોની કૉપી કરવા લાગ્યા કે તે જ વખતે મોહનભાઈએ શિલાલેખોને સાફ કરવાનું કામ એક મજૂરની અદાથી હાથમાં લીધું ને હસતાં હસતાં અમને કહે કે તમે બાકીનાઓ ખાવાનું તૈયાર રાખજો. હું અને મુનિજી તૈયાર થાળી ઉપર બેસીશું.” એમ કહી તેઓ દટાયેલા પથ્થરોને ખુલ્લા કરતા, ધૂળકચરો સાફ કરતા અને નવાં નવાં લખાણો શોધી કાઢી મુનિજીને કૉપી કરવામાં જેમ સાથ આપતા તેમ તેમની પાસેથી એ લખાણો ત્વરિત વાંચી સમજી લેવાની તાલીમ પણ લેતા. આ વખતે મેં જોયું કે મેં કલ્પેલું તે કરતાં પણ મોહનભાઈ