________________ વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા કાવ્ય તરીકે ખપી શકે તેમ છે.” વિહાર આદિની વીગતોમાં નીરસતા, રુક્ષતા અને નિવિવિધતા છે પણ ઇતિહાસ માટે એ વિગતો કામની છે એમ એ દર્શાવે છે. યશોવિજયજીવિરચિત “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧' પ્રથમ પંક્તિના પંડિત કવિની કૃતિઓનો સંચય હોઈ અત્યંત મહત્ત્વનું પ્રકાશન ગણાય. આ પુસ્તક પર સંપાદક તરીકે મોહનભાઈનું નામ નથી, પણ મોહનભાઈએ એને પોતાના સંપાદન તરીકે નોંધેલ છે. પુસ્તકમાં એવી નોંઘ તો છે જ કે મોહનલાલ દલીચંદ દેશાઈએ અપ્રકટ કૃતિઓ આપી છે, પ્રેસકૉપી શોધી આપી છે, પાઠાંતરો ઉમેર્યું છે, પ્રફોનું સંશોધન કર્યું છે, “જશવિલાસ'ની અને અન્ય કૃતિઓને મથાળાં આપ્યાં છે, નોંધો મૂકી છે, શુદ્ધિ-વૃદ્ધિપત્રક તૈયાર કર્યું છે અને પ્રતોનો પરિચય આપ્યો છે. એટલે વાસ્તવમાં મોહનભાઈ જ સંપાદક છે એમાં શંકા રહેતી નથી. “ગુર્જર રાસાવલી'ના સંપાદનમાં મોહનભાઈનું નામ બલવંતરાય ઠાકોર અને મધુસૂદન મોદી જેવા સંમાન્ય વિદ્વાનો સાથે જોડાયું છે અને ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ (વડોદરા) જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા એનું પ્રકાશન થયું છે એ મોહનભાઈને ગૌરવ અપાવે એવી ઘટના છે. આમાં મોહનભાઈએ જહેમતપૂર્વક કેટલીક ઉત્તમ પ્રાચીન પ્રતિઓ મેળવી આપવાની, મધુસૂદન મોદીની સાથે રહી કાવ્યોની પસંદગી કરવાની અને કેટલાંક કાવ્યોની નકલો પૂરી પાડવાની કામગીરી કરી હતી. મોહનભાઈએ જેની નકલો પૂરી પાડી હતી એ કાવ્યો ઉતાવળે ઉતારાયેલ અને તેથી ક્ષતિવાળાં હતાં એમ મધુસૂદન મોદી નોંધે છે. મોહનભાઈએ જે રીતે કામ ખેંચ્યું છે એ જોતાં એ સાચું હશે એમ મનાય પણ સાથેસાથે એમને મળેલી હસ્તપ્રતો ભ્રષ્ટ હોય એમ પણ બને. જોકે જેની હસ્તપ્રત મોદીને જોવા ન મળી હોય એવી મોહનભાઈએ ઉતારેલી એક જ કૃતિ “અબુદાચલ વિનતી સંગ્રહમાં છે એમાં કોઈક જ પાઠદોષ દેખાય છે. સંપાદન, શબ્દકોશ, ટિપ્પણ વગેરે બાકીની સર્વ કામગીરી મધુસૂદન મોદીએ કરેલી. ૧૯૨૭માં વિચારાયેલી આ સંપાદનયોજના ૧૯૩૭માં ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સ્વીકારાઈ ને એનું છાપકામ એ અરસામાં શરૂ થયું, પણ શબ્દકોશ, ટિપ્પણ વગેરેનાં કામ તે પછી થયો એટલે પુસ્તક તો