________________ 13 આદશ મુનિ, મહારાજ તથા અમારા ચરિત્રનાયકજીના ગુરૂવર્ય હીરાલાલજી મહારાજને સંક્ષિપ્ત પરિચય આપ અનુચિત તો નહિ જ ગણાય. પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજ. તેઓનો જન્મ સંવત ૧૯૨૬માં થયે હતો. તે ઓશવાળ જૈન હતા. તેમનાં માતુશ્રીનું નામ નાદીબાઈ તથા પિતાશ્રીનું નામ અમરચંદજી હતું. જ્યારે તેમના પિતાશ્રીએ તેમની પાસે પિતે દીક્ષા લેવા બાબતમાં સંમતિ માગી ત્યારે તેમણે પણ કહ્યું કે તમારી સાથે હું પણ દીક્ષા લઈશ. ત્યારે પિતાએ કહ્યું કે તારી ઉંમર નાની છે, અને સાધુ અવસ્થા ઘણી કઠીન છે. આનો તરતજ પ્રત્યુત્તર આપતાં તેમણે કહ્યું કે કઠણાઈ કાયરોને માટે છે. આખરે તેઓએ તથા તેમના પિતાશ્રીએ સંવત 1977 માં પૂજ્યશ્રી ઉદયચન્દજી મહારાજના સહવાસ રતનચંદજી મહારાજની પાસે દીક્ષા લીધી ત્યારથી 18 વર્ષ સુધી તેઓએ પૂજ્યશ્રીની સેવામાં રહીને જ્ઞાનાભ્યાસ કર્યો. થોડા જ સમયમાં તેમણે અનેક શાસ્સો કપ્ત કરી નાખ્યાં. તેઓ શરૂઆતથીજ પ્રખર બુદ્ધિશાળી છે, અને સ્વભાવે પણ સુશીલ અને મળતાવડા છે. દ્વેષને તો તેમણે દેશવટો આપે છે. એકવાર દર્શનનો લાભ મેળવનાર તેમનો ભકત બની જાય છે. માલવા, મેવાડ, મારવાડ વિગેરે પ્રાંતોમાં ભ્રમણ કરીને તેઓએ જેન જનતા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. અનેકને ત્યાગી બનાવ્યા છે. મારવાડથી પર્યટણ કરતાં એક વખત તે પંજાબ પધાર્યા હતા ત્યાં તેમણે શિઆળકેટ, અમૃતસર, રાવલપિડી તથા જમ્મુમાં ભ્રમણ કર્યું હતું. તેમની સાથે તપસ્વી બાલચન્દજી મહારાજ હતા તે તેમને વારંવાર ધામક વિષયમાં સહાય આપતા અને પૂજ્યશ્રી પણ