________________ 576 > આદર્શ મુનિ. વાત સર્વથા બિનપાયાદાર છે. અહિંસાનું પાલન કાયર, નિર્બળ તથા નપુંસક કદાપિ કરી શકતા નથી. અહિંસાનું પાલન તે તે કરી શકે છે કે જેણે પોતાને કષાને જીતી લીધા છે. તથા ઇન્દ્રિયનું દમન કર્યું છે. અહિંસા ધર્મ પર તે તેજ આરૂઢ થઈ શકે છે જે શરીરની ગુલામી તથા સ્વાર્થપરાયણતાને એક બાજુએ રાખી સઘળા જીવનું અંતઃકરણપૂર્વક શુભ ઈચ્છે છે, તથા સઘળાની સાથે નિઃસ્વાર્થ ભાતૃભાવ રાખે છે. શું કાયર અને નિર્બળ માણસો ઇન્દ્રિયનું દમન કરી શકે છે? શું નપુંસક શરીરના દાસત્વ તથા સ્વાર્થપરાયણતાને ત્યાગી શકે છે? કદાપિ નહિ. જૈનધર્મની અહિંસા ક્ષત્રિયેને એમ નથી ફરમાવતી કે તમે યુદ્ધ ન કરે, દયા તથા પ્રજાની રક્ષા ન કરે, અન્યાથીને શિક્ષા ન કરે; વૈશ્યને વ્યાપારાદિ કરવાની મના નથી કરતી. શુદ્રને શિલ્પ તથા સેવા આદિ કરવાની મનાઈ નથી કરતી. જૈનધર્મની અહિંસા અવશ્ય એટલું તે સઘધાને જણાવે છે કે પિતાની જીભલડીના ક્ષણિક સ્વાદ માટે અથવા પોતાના શરીરને ગોળમટેળ બનાવવા માટે બીજા અને વધ કરી, તેમના મૃતદેહને ખાશે નહિ, પિતાના શેખની ખાતર જાનવરેને શિકાર કરશે નહિ, ધર્મને બહાને દેવદેવીઓનાં મંદિરમાં મૂર્તિઓ સમક્ષ બિચારાં નિરપરાધી, મૂંગા પ્રાણીઓનું ખૂન વહેવડાવશે નહિ. જૈનધર્મના સઘળા તીર્થકરે ચક્રવતી ક્ષત્રિય હતા, તેમણે રાજ્ય ચલાવ્યાં છે. ભીષણ યુધ્ધ ખેલ્યાં છે. અને તેમાં વિજય સંપાદન કર્યો છે, તથા પ્યારા વતન અને પ્રજાનું સંરક્ષણ કર્યું છે. જ્ઞાન, વિજ્ઞાન, કળા તથા કૌશલ્ય ઈત્યા