________________ પ૬૮ - > આદર્શ મુનિ, યશસ્વી, અભિચન્દ્ર, પ્રસેનજિત તથા નાભિરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ મરૂદેવીને પેટે નાભિરાયને પુત્ર, મોક્ષમાર્ગ દાખવનાર, સુર તથા અસુરેથી પૂજાયેલા, ત્રણે નીતિના વિધાતા પ્રથમ જિનેશ્વર-ઝાષભનાથ સતયુગના પ્રારંભમાં થયા. - “ષભ” શબ્દનો અર્થ “આદિ જિનેશ્વર જ છે, તેમાં કઈ પણ પ્રકારની શંકા કરવાની આવશ્યકતા નથી. કેમકે વાચસ્પતિ કેષમાં “રાષભ' શબ્દનો અર્થ “જિનદેવ તથા “શબ્દાર્થ ચિંતામણિ”માં “ભગવદવતાર ભેદે આદિ જિને” એટલે કે ભગવાનને એક અવતાર અથવા તો પ્રથમ જિનેશ્વર અગર તીર્થકર એવો અર્થ કર્યો છે. આ સિવાય જૈનધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવજીને આઠમા અવતાર દેવી ભાગવતના પાંચમા સ્કન્દમાં ચેથા, પાંચમા તથા છડું અધ્યાયમાં પુષ્કળ વિસ્તારપૂર્વક વર્ણન આપવામાં આવ્યું છે. એ પ્રકરણને આ સ્થળે ટાંકી બતાવી આ લેખને વિશેષ લંબાવવાનું ઉચિત લાગતું નથી. સુજ્ઞ વાચક! તું ભાગવતના પાંચમા સ્કન્ધને વાંચી જવાની જરૂર તસ્દી લેજે. ઉપર રજુ કરેલાં પ્રમાણથી એટલું તો સુગમતાથી સિદ્ધ થાય છે કે સૃષ્ટિના પ્રારંભકાળમાં ભગવાન રાષભનાથ થયા, અને તેઓ પહેલા જિનતીર્થકર હતા. તદનુસાર જેનધર્મની સ્થાપના તે સમયે થઈ હતી. તે સ્વયંસિદ્ધ છે, તથા બાષભનાથજીને “જિન” વિશેષણ લાગતું હોવાથી પણ એ સિદ્ધ થાય છે. આ કારણે ઉપરથી એમ