________________ 560 > આદર્શ મુન. ધર્માવલંબીઓએ પોતાની પ્રાચીનતા સિદ્ધ કરવા ખાતર તેમને પિતાના ધર્મને લખી નાખ્યા ? મને કઈ પણ ધર્મ પ્રત્યે દ્વષભાવ નથી. કેવળ જૈનધર્મ ઉપર ખોટા આક્ષેપો કરનારાને મારે એટલું જ કહેવાનું છે કે તેઓ પ્રમાણુ બતાવ્યા સિવાયની એવી વાત ન કરે કે જેને લીધે તેઓ દેષના ભાગીદાર બને. જૈનધર્મ તો પ્રાચીન કાળથી જ પ્રચલિત છે. વળી રામચંદ્રજી તથા હનુમાનજી ઉદભવ્યા હતા તેજ વાતને કેઈ ન માને, તે તેના ન માનવાથી તેઓ નહોતા થઈ ગયા એ સાબિત થિતું નથી. જૈનધર્મ ઘણો પૂરાણો ધર્મ છે. શ્રી ઋષભદેવ ભગવાનના કાળથી આ ધમ ઉતરી આવ્યું છે, સંસારમાં જ્યારે વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા પણ થઈ ન હતી, તેથી પૂર્વેના કાળમાં આ ધર્મ વિદ્યમાન હતો. તેને થયે કરોડો વર્ષ વીતી ગયાં છે. મહારાજશ્રીએ અનેક એતિહાસિક વજુદવાળા પ્રમાણે ટાંકી બતાવી એ સિદ્ધ કરી બતાવ્યું હતું કે જૈનધર્મ એ પ્રાચીન ધર્મ છે. પિતપોતાની સમજણ મુજબ લેકે મનમાં આવે તે લખી નાખે છે. પાલીના પરમાનંદજીએ પણ જૈનધર્મ પાછળથી નીકળે છે, તેની ઐતિહાસિક ગણત્રીમાં ગોટાળો કરેલો છે, તેમણે શ્રેષભ આદિને જૈન ધર્માનુયાયી વર્ણવી પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાનો ઇરાદો રાખ્યો છે, તેમની ઐતિહાસિક વાત અસત્ય કરી ચૂકી છે, ઈત્યાદી જે મન ફાવે તે “શ્રીમાલી અભ્યદય નામના પત્રમાં લખી નાખ્યું છે, પણ આ બાબતમાં તેમની પાસે શું પ્રમાણ છે ? શું જૈન ધર્મનાં તેમણે શા પણ જોયાં છે, કે જેને લીધે તે આમ કહેવાનું સાહસ કરે છે? જૈનધર્મનાં લખેલાં પુસ્તકો