________________ આદર્શ મુનિ. જેને ધર્મપર અટલ શ્રદ્ધા છે, જેણે શ્રાવકેનાં બાર વ્રત અંગીકાર કર્યો છે, કુટુંબ પાલન માટે વ્યવસાય કરતો હોવા છતાં પણ જે અન્યાય અથવા અનીતિ દ્વારા એક રાતિ પાઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતું નથી, એવા શ્રાવકને ધન્ય છે. જે ન્યાયથી ઉપજાવેલી સંપત્તિને ખાડામાં દાટતે નથી અગર ખજાનામાં ભરી રાખતા નથી, પણ તેને સદુપયોગ કરે છે, એટલે કે સન્માર્ગે વ્યય કરે છે, જગતને દેખાડવા માટે નહિ પરંતુ કોઈ પણ ન જાણે એ રીતે જે ગુપ્તરીતિથી દાનાદિ કરી પુણ્યને સંચય કરે છે, દીન દુ:ખીઓને તથા અપંગ પાંગળાને યથેષ્ટ સહાયતા કરી તેમનાં દુઃખનું નિવારણ કરે છે, એવા ઉદાર દાતાર પણ આ જગતમાં ધન્યવાદને પાત્ર છે. જે સઘળાની સાથે ભ્રાતૃભાવ રાખે છે, સત્પરૂએ દર્શાવેલા નીતિમાર્ગનું જે કદાપિ ઉલ્લંઘન કરતું નથી, જે પોતાના કુળના રીતરિવાજ તથા ધર્મનું યથાવિધિ પાલન કરે છે, જે ડગલે ને પગલે અધર્મ તથા અનીતિને ભય રાખે છે, આવા સન્માર્ગગામી પુરૂષે જેઓ ધાર્મિક ગ્રંથોમાં વણિત માર્ગાનુસારી 21 ગુણેથી યુક્ત છે, તેમને પણ ધન્ય છે. મનુષ્ય જનમ વારંવાર પ્રાપ્ત થતી નથી. પારાવાર પુણ્યના ઉદય પછી આ રત્નચિંતામણી હાથ લાગે છે. તેને સન્માગે ઉપયોગ કરે, એ બુદ્ધિમાનું કર્તવ્ય છે. જેમ અનાદિકાળથી સૂર્યને ઉદય તથા અસ્ત થયા કરે છે, તેમ આ જીવાત્મા પણ અનાદિ કાળથી સંસાર-ચક્રમાં જન્મ તથા મૃત્યુને પામ્યા કરે છે. પરંતુ એક વખત એવું મૃત્યુ થવું જોઈએ,