________________ આદર્શ મુનિ વનવાસ ઉપર મુનિશ્રી ખારચંદજી મહારાજે પ્રિય સુધિની ટીકા લખી છે.) ને સનાતન ધર્માનુયાયી ઈન્દોર નિવાસી કુંવરજી રણછોડ નીમાએ પોતાના તરફથી પ્રકાશિત કરી જનતાને અમૂલ્ય ભેટ કરી છે. તેમણે મહારાજશ્રીને ઘણે ઉપદેશ શ્રવણ કર્યો છે, અને તેઓશ્રી ઉપર તેમની અથાગ શ્રદ્ધા છે. ઈન્દરમાં ચાતુર્માસ માટેનો સ્વીકાર કરાવવા તેમણે મુખ્ય ભાગ લીધો હતો તથા ત્યાં જે બકરાઓને વધ થતું હતું, તેને ચરિત્રનાયકજીના ઉપદેશથી આથિક વ્યય કરી બચાવ્યા હતા. દિનચર્યા. સૂર્યોદય થતાં તેઓશ્રી વસ્ત્રાલકેન (પડીલેહણું) કરી ચાદિ કર્મથી નિવૃત્ત થાય છે. ત્યાર બાદ લગભગ ૨-રા કલાક વ્યાખ્યાન આપી, જનાદિથી પરવારી બપોરે શાસ્ત્રાવકન અથવા તે કાવ્યરચના કરે છે. ત્યાર બાદ થોડા વખતમાં તેને આટોપી લઈ આગંતુક સજન સાથે ધાર્મિક વાર્તાલાપ તથા અન્ય આવશ્યક ચર્ચા, શંકા સમાધાનાદિ કરે છે. ત્યાર બાદ ચોથા પહેરે વસ્ત્રાવલોકન કરી શૌચાદિથી નિવૃત્ત થઈ સૂર્યાસ્ત પહેલાં ભજન કરી પ્રતિકમણદિ કરી, એક પ્રહર રાત્રિ વીતે તે પહેલાં શ્રાવકેને તાત્ત્વિક જ્ઞાન ધ્યાન શિખવે છે; અગર કેઈ ધાર્મિક વિષયમાં પરિચિત કરે છે. ત્યાર બાદ બે પ્રહર રાત્રિ વીતી ગયા બાદ નિદ્રાવશ થાય છે. ચોથા પ્રહરમાં નિદ્રાને પરહરિ સ્વાધ્યાયાદિ કરી પરમાત્મ ચિંતવન તથા પ્રતિકમણાદિ કરવાને બેસે છે.