________________ 489 આદર્શ મુનિ - થઈ શકતું જ નથી. લેકે ભલે તેમના વ્યક્તિત્વ ઉપર, તેમના આચરણ ઉપર, તેમના ઉપદેશ ઉપર, તેમની વકતૃત્વ શકિત ઉપર તથા તેમના ધાર્મિક સિદ્ધાન્તોથી સંતોષાઈ તેમની સ્તુતિ કરે, પરંતુ મહારાજશ્રીએ પોતે કદાપિ એવી ઈચ્છા પણ કરી નથી કે “લેકે મારી સ્તુતિ કરે.” જનતા ઉપર તેમને ભારે પ્રભાવ પડે છે તેને સવિસ્તર ખુલાસો તે જૈન શ્વેતામ્બર સ્થાનકવાસીઓને ઇતિહાસ કરશે. અમે તો આ સ્થળે એટલું જ કહેવા માગીએ છીએ કે તેઓશ્રીનું ઉદાહરણ અમારે માટે માર્ગદર્શક છે. જેઓ નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે છે, તેઓ પ્રત્યે તાત્કાલિક અથવા અમુક સમય વીત્યા બાદ અગર કોઈ પણ દિવસે, સમાજ આદર, પ્રેમ તથા કૃતજ્ઞતાની દષ્ટિથી અવશ્ય જુએ છે. તે તેમનું ધ્યાન ધરે છે, તેમના ઉપદેશાનુસાર અનુસરવાને પ્રયત્ન કરે છે. અને આ પ્રમાણે પોતાના જીવનને સફળ બનાવે છે. ઋષભદેવ, ભગવાન મહાવીર, પાર્શ્વનાથ આદિ અનેક મહાત્મના ધ્યાનમા લાખો પ્રાણીઓને મુક્તિ અપાવી છે. આજે પણ મહારાજશ્રી જેવા શ્રેષ્ઠ મહાપુરૂષના ગુણ અને મુખ્યત્વે કરીને આત્મત્યાગના ચિંતવન દ્વારા પિતાને ઉચ્ચ તથા પવિત્ર બનાવી શકાય છે. બ્રહ્મચર્ય યુવાનની વાત જવા દઈએ. પરંતુ આધુનિક કાળમાં તે મૃત્યુને બિછાને પડેલા અગર મરવાની આળસે જીવતા વૃદ્ધ પુરૂષે પણ લગ્ન કરવાની લાલસા રાખે છે, જ્યારે રેગ દીનતા