________________ 45 આદર્શ મુનિ. ) તુભુતિ તથા પ્રેમને પ્રચંડ દાવાનળ પણ મનુષ્ય સ્વભાવની સાત્વિક વૃત્તિઓને નીચ વૃત્તિઓથી અળગી કરે છે. અર્થાત સાવિક અંગેનું અધિક શુદ્ધ તથા ઉજજવળ કરે છે, અને તામસી તથા રાજસી વૃત્તિઓનો નાશ કરે છે. આનું નામ તેજ સાચે સ્વાર્થ ત્યાગ, અથવા સાચું આત્મ-બલિદાન ! આપણા ચરિત્રનાયક પણ આવા ત્યાગ તથા આત્મબલિદાનના જ્વલન્ત ઉદાહરણ રૂપ છે. તેઓશ્રીને જન્મ મધ્યમ કુટુંબમાં થયો હતો, તેથી તેમને જીવનને આનંદપૂર્વક વ્યતીત કરવા તેમની પાસે સાંસારિક સુખ સાધનોને બિલકુલટેટો નહતું. તેઓશ્રીના જે વૈભવ મેળવનાર, સ્વાર્થમય ભેગવિલાસી વૃત્તિવાળો કઈ પણ માનવી પોતાના ભાગ્યને હજારેવાર ધન્યવાદ આપત, તથા તેના ઉપભેગને પોતાના જીવનનું લક્ષ્યબિંદુ બનાવત. પરંતુ જ્યારે તેઓશ્રીએ જગતની જનતાને અજ્ઞાન તથા કષ્ટથી વિળ બનેલી જોઈ તથા પોતાના જીવનની સાર્થકતા માત્ર વિરકિતમાંજ જોઈ ત્યારે સત્ય સંશોધન, સત્ય પ્રચાર તથા જનસેવાર્થે પોતાના જીવનને દીક્ષિત કરવાનો નિશ્ચય કર્યો. બસ, પછી શું? સેવાભાવના પ્રવાહે ધનસંપત્તિને જ નહિ, પરંતુ જીવનના પ્રિયતમ સંબંધને પણ છિન્નભિન્ન કરી નાખ્યા. આ પ્રમાણે કુદરતી પ્રેમના વેગને તેઓશ્રીના સત્યસંકલપ સન્મુખ નિષ્ફળ જવું પડયું. તેઓશ્રીએ પિતાની પ્રાણથી અધિક પ્યારી પત્નીને જનસેવાની ભભૂકતી વેદી ઉપર ચઢાવી, તેના ઉપર પોતાની આંતરિક અનુરાગની આહતિ