________________ 496 -- આદર્શ મુન. નથી તેમને બિલકુલ પ્રભાવ પડતો નથી. કહેવાનો આશય એ છે કે મહારાજશ્રીએ પિતાના સદાચરણ દ્વારા આરંભમાં પોતાનું ચારિત્ર વિશુદ્ધ બનાવ્યું. અને પછી સમાજ સુધારણ તથા લોક સેવાનાં કાર્ય હાથ ધર્યા. તેઓશ્રીના ઉપદેશ દ્વારા જનતાની રૂચિને જે તરફ મરડવી હોય છે. તે તરફ મરડી શકાય છે, તથા વિજયદેવી હાથમાં વરમાળ લઈ ખડે પગે ઉભી રહે છે. સામાન્ય જનતા ઉપર તેઓશ્રીને આટલો બધો પ્રભાવ શાથી પડે છે, તે સુજ્ઞ વાચકે હવે સમજી શકશે. વળી સામાન્ય રીતે વ્યાખ્યાનમાં સૂફમતક, અકાય પ્રમાણ, ગંભીર વિચારની શોધ. એતિહાસિક તથા દાર્શનિક હેતુના લાંબા ચેડા સંબંધની અપેક્ષા, ખરા અંત:કરણનો ઉત્સાડ તથા સહાનુભૂતિ, આશા તથા આશ્વાસન પૂર્ણ સ્પષ્ટ ઉચ્ચારણ ઈત્યાદિથી લોકો ઉપર પુષ્કળ પ્રભાવ પડે છે; આ વાકય પિતાની સરળતા તથા સ્પષ્ટતા, સુંદરતા તથા મનહરતાને લીધે પણ પિતાના અર્થને વિશેષ સ્થાઈ રૂપ આપે છે, શબ્દ-સાગરમાં જેટલી ઉંડી ડૂબકીઓ મારી એ, તેટલાં જ તેમાં અમૂલ્ય રત્ન દૃષ્ટિગોચર થાય છે. ઉપદેશકને બાહ્ય દેખાવ, તથા શબ્દ ભંડાર નિ:સંદેહ અત્યંત મહત્ત્વપૂર્ણ વસ્તુ છે, પરંતુ સર્વથી અધિક મહત્વ તથા મૂલ્યવાન વસ્તુ તેના વિષયનો અંતરઆત્મા છે. દેખાવ એ તો માત્ર સિકકાની બહારની તસ્વીર છે, પરંતુ તેમાં મૂળ વસ્તુ તે તેની ધાતુ છે. કે તે સેનાનો છે કે રૂપાને, ચાંદીનો કે તાંબાનો ? - પ્રિય પાઠકો! હવે જે તમે મહારાજશ્રીના ઉપદેશ તરફ