________________ આદર્શ મુનિ. 471 ઉપરજ ઉપકાર કર્યો છે, એટલું જ નહિ, પરંતુ અનેક જૈનેતરે વિધર્મીઓને પણ પોતાના અનુયાયી બનાવ્યા છે. તેમણે અંગ્રેજોને પણ ઉપદેશ આપ્યો છે. તેઓશ્રીના ઉપદેશથી આજ સુધીમાં અનેક ધાર્મિક સંસ્થાઓ તથા જ્ઞાનવર્ધક સભાઓ સ્થપાઈ ચૂકી છે. તેઓશ્રીના સદુપદેશથી અનેક વિપથગામીઓએ તે પથને ત્યાગ કરી સુમા ગ્રહણ કર્યો છે. આ બાબતનું તાત્પર્ય જાણવા જે લેકેએ થોડી ઘણું પણ મહેનત કરી છે, તેમનું એવું માનવું છે કે મહારાજશ્રીએ આ પ્રાંતમાં જ નહિ પરંતુ દૂર દૂરના પ્રાંતોમાં પણ સરસ ધર્મ પ્રચાર કર્યો છે. સર્વ સ્થળે લોકે તેમનું સ્મરણ પણ કર્યા કરે છે. જે દિવસે જે સ્થળેથી તેઓશ્રી વિહાર કરી જવાના હોય છે, તે નગરનાં આબાલવૃદ્ધ સઘળાંની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડે છે. તેઓશ્રીની સુમધુર વાણીનું, તેઓ સ્મરણ કરી, એકીટસે દીનવદને તેમની ભવ્યાકૃતિ ઉપર દૃષ્ટિ ઠારે છે, અને કહે છે કે હવે મુનિ મહારાજથી છૂટા પડવું પડશે? ઈશ્વર આવો સુગ કયારે પ્રાપ્ત કરાવશે. તેની કોને ખબર છે? ઈત્યાદિ. તેઓશ્રીને કોઈ પણ સંપ્રદાય પ્રત્યે દ્વેષવૃત્તિ ઘણા નથી, સર્વ ધર્મ પ્રત્યે તેઓ પારાવાર પ્રેમભાવથી જુએ છે. વાર્તાલાપ કરતાં અગર વ્યાખ્યાન આપતાં તેઓશ્રીના મુખમાંથી કદાપિ એ એક પણ શબ્દ ઉચ્ચારાયે નથી જે ઈર્ષાભાવને લીધે હેય. તેઓશ્રી મુખ્યત્વે વ્યાખ્યાન તો શ્રાવકોને જ આપે છે તે પણ તેમના વ્યાખ્યાન સમયે જે કોઈ બીજા ધર્મ કે સંપ્રદાયના અનુયાયી તે શ્રવણ કરવા બેસે તે તેમને તો એમજ લાગે છે કે મુનિ મહારાજ અમારા ધર્મ સંબંધી ભાષણ કરે છે.