________________ આદર્શ મુનિ.” શ્રી પાર્શ્વનાથજી જેના ત્રેવીસમા તીર્થકર છે. એમનો સમય ઈસ્વી સન પૂર્વે 200 ની સાલન છે. આ ઉપરથી સુજ્ઞ વાંચક વિચારી શકશે કે શ્રી રાષભદેવજીનો સમય કેટલે. પ્રાચીન હશે. એ મહાત્માના સમયથી જૈનધર્મના સિદ્ધાની એકસરખી ધારા વહ્યા કરે છે. કેઈપણ સમય એ નથી કે જ્યારે તેમનું અસ્તિત્વ ન હોય. શ્રી મહાવીર સ્વામી જૈનધર્મના છેલ્લા તીર્થકર તથા પ્રચારક હતા, નહિ કે આદિ સ્થાપક તથા પ્રવર્તક " બદ્ધધમી આત્મા અથવા જીવને માનતા નથી. જૈન ધમી આત્માના આધાર પરજ બધા ધાર્મિક સિદ્ધાન્તોની ઇમારત ચણે છે. જૈન ચોવીસ તીર્થકરેને માને છે. પરંતુ બદ્ધ મહાત્મા બુદ્ધને પોતાના ધર્મના સંસ્થાપક માને છે, કે જે મહાવીર સ્વામીના સમકાલીન હતા. જેના દાર્શનિક સિદ્ધાને બ્રાધાના દાર્શનિક સિદ્ધાન્ત સાથે મળતા નથી જૈન સાધુ તથા શ્રાવકનાં ધાર્મિક કર્મો દ્ધ સાધુ અથવા ગૃહસ્થના ધાર્મિક કર્મો કરતાં તદ્દન નિરાળ છે. બદ્ધ માંસાહારી છે, પરંતુ જેનોમા એક પણ એવો નહિ નીકળે, જે માંસાહારી હશે. એના આચાર વિચાર શુદ્ધ હોય છે, અને અહિંસા ધર્મને સાચે અનુયાયી તે છે, બદ્ધ નહિ.” જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે આતો માત્ર ભારતવર્ષના કેટલાક વિદ્વાનોના અભિપ્રાય જ છે. જે ફકત વાંચકોની જાણ માટે અત્રે ટાંકી બતાવવામાં આવ્યા છે. પ્રાચીન ઐતિહાસિક તથા શાસ્ત્રસંમત ગ્રંથમાં આ વિષય ઉપર એટલું બધું મર્થન કરવામાં આવ્યું છે કે આ ધર્મની પ્રાચીનતા બાબત કઈને કઈ પણ પ્રકારને સંદેહ રહ્યું નથી. આ સંબંધી