________________ ૪૩ર આદર્શ મુનિ. તે તે વસ્તુ તરફ લેકવર્ગનું ધ્યાન ખેંચાતાં રાયબહાદુર શ્રીમાન દીવાન સાહેબે ઉપર્યુક્ત વિષય ઉપર પોતાનો અભિપ્રાય રજુ કરવા સાથે લગભગ પોણા કલાક સુધી “જ્ઞાનપ્રચાર અને તેથી આપણે અસ્પૃદય” વિષય ઉપર ભારે અસરકારક ભાષણ આપ્યું હતું. સાથે તેમણે એ પણ જણાવી દીધું કે મહારાજશ્રીનું ભાષણ સાંભળીને મને ઘણે આનંદ થયું છે. ત્યાર પછી સમય થઈ જવાથી જયઘોષપૂર્વક સભા વિસર્જન થઈ હતી. તપસ્યાના આ ઉત્સવ ઉપર લગભગ 4000 ચાર હજાર જેટલા માણસો એકત્ર થયા હતા. શ્રીમાન પચડના ઠાકોર સાહેબ, નાયબ દિવાન સાહેબ, હમ મેંબર સાહેબ તેમજ મેજીસ્ટ્રેટ સાહેબ વગેરે મહાશયે એ પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. એ દિવસે દેઈ, તેલી, કુંભાર, કસાઈ વગેરે લોકેએ પિતાને ધંધે બંધ રાખ્યું હતું. એક વખતે પૂજ્યશ્રીના તેમજ મહારાજશ્રીના દર્શન માટે ભદેસર રાવતજી સાહેબ શ્રીમાન તખ્તસિંહજી (જેઓ મહારાણા ઉદયપુરના બત્રીસ ઉમરોમાંના એક છે તેઓ) પધાર્યા હતા તેમની સાથે કેટલાય સરદારે પણ હતા. બેહિડા રાવતજી સાહેબના (કે જેઓ મહારાણા ઉદયપુરને બત્રીસ ઉમરાવોમાંના એક ઉમરાવ છે. તેમના) મેટા કુમારશ્રી શ્રીમાન નારાયણસિંહજી સાહેબ એક દિવસે શ્રીમંત રતલામ નરેશને ત્યાં મેળાપ તરીકે આવ્યા હતા. તેમને જનસમૂહ તરફથી એવી ખબર મળી કે મહારાજશ્રી અહીં બિરાજે છે ત્યારે તેમણે શ્રીમંત રતલામ નરેશને કહ્યું કે આપે તો મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધો હશે? જવાબમાં મહારાજા સાહેબે ફરમાવ્યું કે, હા, આજકાલમાં