________________ > આદર્શ યુનિ. મહારાજશ્રી પાસે લગભગ પિણા કલાક પર્યત બેસી ઘણા ઘણા પ્રશ્ન પૂછયા હતા. તે દરેક પ્રશ્નના સમયાનુકૂળ અને ગ્ય ખુલાસાઓ મહારાજશ્રી તરફથી મળતા હતા તેથી તેઓ ઘણા પ્રસન્ન થયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ફરી વખત મહારાજશ્રીનાં દર્શન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી. ભાદરવા શુદ ૭ને રાજ ઠાકોર સાહેબ શ્રીમાન શિવનાથસિંહજીએ મહારાજને ઉપદેશ સાંભળીને શ્રાવણ તેમજ ભાદરવા મહીનાઓમાં શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એજ રીતે પટેદીના ઠાકોર સાહેબે પણ પ્રતિજ્ઞા કરી કે, હું મારા જીવનમાં એવા પ્રાણની કદિપણ હિંસા કરીશ નહિ કે જે છે તદન નિરપરાધી હોય અને ભાદરવા મહીનામાં તે બીલકુલ શિકારજ નહિ કરું.” એક વખતે મહારાજશ્રીનાં દર્શન માટે મુંબઈના શાહ વ્યાપારી અને સમાજના લાભાર્થે હજારો રૂપીયાને દાન કરનાર સ્વનામધન્ય પ્રસિદ્ધ ઝવેરી શ્રીમાન સુરજમલભાઈ મુંબઈથી પધાર્યા હતા. તેમણે મહા રાજશ્રી સાથે લાંબા સમય સુધી વાર્તાલાપ કર્યો હતો. તેમનું શાન્તિમય જીવન અને દીલની ઉદારતા જોઈને મહારાજશ્રી ઘણા ખુશ થયા હતા. ભાદરવા સુદ ૧૩ને જ પ્રસિદ્ધ જૈન તત્વજ્ઞ શ્રીમાન વાડીલાલ મેતીલાલ શાહ, મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા હતા. જ્યારે મહારાજશ્રીનું વ્યાખ્યાન પૂરું થઈ ગયું ત્યારે, લગભગ એક કલાક સુધી ઓજસ્વી ભાષામાં “આપણે સમાજની વર્તમાન પરિસ્થિતિ” એ વિષય ઉપર તેમણે ભાષણ આપ્યું હતું.