________________ આદશ મુનિ. ----- પ્રમાણે અન્ય ઉમરાવોએ પણ પિત પિતાના રાજ્યમાં પધરામણી કરવાને મુનિશ્રીને અત્યાગ્રહે ર્યો. વળી પોતાને ત્યાં એ નિમિતે પુષ્કળ ઉપકાર થશે. એમ પણ જણાવ્યું આ અમારે આ સ્થળે અવશ્ય જણાવવું જોઈએ કે ઉદયપુરમાં અનેક વ્યાખ્યાનો થવા છતાં, ત્યાંની જનતાને પૂર્ણ સૃપ્તિ ન થઈ. આની ખાત્રી કરાવવા માટે વાંચકોને એટલું જ કહેવું યથાર્થ છે કે ચાતુર્માસમાં સંવત્સરી પછી દરેક સ્થળે શ્રેતાએની સંખ્યા ઘણીજ ઘટી જાય છે. પરંતુ ત્યાં એમ ન બન્યું, અને પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રેતાઓ હાજર રહેતા હતા. એક સાધુની નાદુરસ્ત તબીઅતને લીધે મુનિશ્રીના ફરીથી ઉદયપુર પધારવાના સમાચાર જ્યારે યુવરાજ કુંવરને કેાઈ લેકે મારફત મળ્યા ત્યારે તેમણે કહ્યું, “મહારાજ શહેરમાં ન આવતાં બહાર શા માટે બિરાજે છે?” ત્યારે ઉત્તર મળે કે, “હજૂર! જે મહારાજશ્રી શહેરમાં આવે તો આવતી તથા પાછા ફરતી વખતના બે અર્જાનો સવાલ છે.” આ સાંભળી મહારાજ કુંવર સાહેબે કહ્યું, “કંઈ હરકત નહિ, ફરીથી બે પાખી પળાવીશું” આ વચને ઉચારી તેમણે પિતાના ઉચ્ચ હૃદય, ઉદારતા, ધર્મનિષ્ઠા તથા સાધુસંત તરફના શુદ્ધ પ્રેમનું દિગ્દર્શન કરાવ્યું. તેઓશ્રીના દયાળુપણા તથા અંતરની વિશાળતા અને સંત સમાજ પ્રત્યે સહાનુભૂતિના ભાવને લીધે તેમને અનેક ધન્યવાદ હેર એક વિશાળ રાજ્યનું સ્વામિત્વ હોવા છતાં સંસારની જનતા સાથે સહાનુભૂતિ, આ ઉચ્ચ અધિકાર હોવા છતાં આટલું નિરાભિમાનપણુ, આ રાજસી, વિલાસી જીવનમાં પરહિત