________________ 376 > આદર્શ યુનિ. કાવડ ઉઠાવી શકતી નથી. કાવડાને ભેદ હોય છે તેજ પ્રમાણે તંદુરસ્ત નવયુવાનના શરીર અને રોગગ્રસ્ત બાળકના શરીરમાં ભેદ હોય છે. તેથી જ તે બંનેના તીર સરખે અંતરે જઈ શકતાં નથી. રાજા-મહારાજ! જેમ યુવાન પુરૂષ લોખંડને બે ઉઠાવી શકે છે. તેમ બાળક કેમ નહિ ઉઠાવી શકતું હોય ? આપના કથનાનુસાર આત્મા તે એકસરખેજ છે. મુનિ:–હે રાજન ! આત્મા તે એકસરખે છે. પણ તેમાં સામગ્રીને ભેદ છે. જેમ, નવીન રસા (દરેડા)થી જેટલું બોજો ઉઠાવી શકાય છે, તેટલે ભાર જીર્ણ રસા-દેરડાથી ઉઠાવી શકાતો નથી. બાળકને આત્મા તે યુવાન પુરૂષ જે છે, પરંતુ તેનાં અંગે પાંગને વિકાસ થવાનું બાકી છે. રાજા–ભગવન ! આપની યુક્તિઓ મારા પ્રશ્નને તાત્કાલિક સરળ કરી નાખે છે, તે પણ હજુ મને મારા હૃદયમાં સમાધાન થતું નથી. તેથી આપને ફરીથી પ્રશ્ન પુછું છું. આપ ક્રોધાયમાન થશો મા. એ પ્રશ્ન એ છે કે કેઈ એક પ્રાણદંડ કીધેલા અપરાધીને પહેલાં ત્રાજવામાં તોળવામાં આવે, ત્યારબાદ તેને શ્વાસ રૂંધાવી મારી નાખવામાં આવે, અને ત્યાર પછી તેને ફરીથી તેલ કરવામાં આવે તે જેટલું વજન તે જીવતો હોય છે ને થાય છે, તેટલું જ વજન મૃત્યુ પામ્યા બાદ થાય છે. તો પછી હે મુનિરાજ! અનંત શક્તિમાન આત્મા તે શરીરમાંથી છૂટો પડી ચાલ્યા ગયે, તે પછી શરીર વજનમાં હલકું કેમ ન થયું! હલકું ન થયું, તે ઉપરથી સિદ્ધ થાય છે કે માત્ર શરીરનું જ અસ્તિત્વ છે. તેમાં આત્મા વગેરે કંઈજ નથી.