________________ wananananananannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn >> આદર્શ મુનિ. જૈનધર્મ ભારતવર્ષમાં તે વિખ્યાત છે, પરંતુ હવે તે યુરોપ અને અમેરિકામાં પણ તેને પ્રચાર થવા લાગે છે. આધુનિક કાળમાં યુરોપમાં એવા સંખ્યાબંધ વિદ્વાન છે, જેઓ વર્ષો થયાં જૈનધર્મને અભ્યાસ કરે છે. એટલું જ નહિ, પરંતુ ત્યાં ઠેકઠેકાણે જૈનસાહિત્ય સભાઓ (લિટરેચર સાયટીઓ) પણ સ્થપાય છે. સેસાયટીઓને ઉદ્દેશ જન-તત્વજ્ઞાનનો પ્રચાર કરવાને છે. આપણા દેશમાં જૈનધર્મની ઉત્પત્તિ, શિક્ષણ તથા ઉદ્દેશ સંબંધી કેટલાય ભ્રાંતિકારક મતે પ્રચલિત છે, છતાં એક મહાન એતિહાસિક શોધ કર્યા પછી બંગભાષાના સુપ્રસિદ્ધ વિદ્વાન લેખક શ્રીયુત વરદાકાંત મુખોપાધ્યાય, એમ. એ., એ લખ્યું છે કે “જૈનધર્મ એ નિરામિષાહારી-અન્નાહારી ક્ષત્રિયે ધર્મ છે. “હિં પર ધર્મ' એ એને કુલ સારાંશ તથા પાયે છે. જૈનધર્મીઓના મત પ્રમાણે જીવ-હિંસા ન કરવી, જીને કષ્ટ ન આપવું એજ શ્રેષ્ઠ ધર્મ છે. સામાન્ય મનુષ્ય આ ધર્મને સાધારણુ–મામુલી માને છે. કેટલાક કહે છે કે એ વણિક, એશિવાલ, શ્રાવકે તથા બીજા નાસ્તિકને ધર્મ છે. કેટલાક માને છે કે એ માત્ર હિંદુધર્મ અથવા બદ્ધધર્મને ફાંટે છે, અને શ્રીમદ્દ શંકરાચાર્યના વખતમાં જ્યારે હિંદુધર્મને પુનરત્યુદય થયે, તે કાળમાં તેની ઉત્પત્તિ થઈ છે. કેટલાક તો એમ પણ કહે છે કે એ હિંદુ દર્શનશાસ્ત્રની શેધનું આખરી પરિણામ ફળ છે. ઘણુ લેકે માને છે કે મહાવીર તથા પાર્શ્વનાથ તેના મૂળ પ્રચારક હતા. પરંતુ આ સઘળું ધાર્મિક મતભેદને લીધે જ કહેવામાં આવે છે. વાસ્તવિક વાત તો એ છે કે જૈન ધર્મ એ ભારતવર્ષને અત્તમ પૂર્ણ પવિત્ર તથા પ્રાચીન ધર્મ છે. તેનું