________________ 360 >આદર્શ મુનિ, શાહપુરાના પાટવીકુંવર શ્રીમાન ઉમેદસિંહજી સભાસ્થાને પધાર્યા હતા. મુનિશ્રીએ પોતાના પ્રભાવશાળી, ઉત્તેજક અને ગંભીર વ્યાખ્યાન દ્વારા ઉદયપુરમાં ગારક્ષાની પરમ આવશ્યક્તા દર્શાવી, જેનું રાજાધિરાજના પાટવીકુંવરે સુંદર સમર્થન કર્યું વળી આ મહત્કાર્ય પાર પાડવાને માટે જનતાને પણ પ્રેત્સાહિત કરવામાં આવી હતી. સભા વિસર્જન થયા બાદ રાજાજી સાહેબે અત્યંત વિનયભાવથી મહારાજશ્રીને કહ્યું કે, “આપનું વ્યાખ્યાન શ્રવણ કરી મારૂં ચિત્ત અત્યંત પ્રખુલ્લિત થયું છે. આપનું વ્યાખ્યાન શ્રવણ કરવાનો મારો કેટલાય વખતથી ઈરાદે હતા પરંતુ નાસિકાનો રોગ (સળેખમ ઇત્યાદિ) થવાને લીધે આવી શક ન હતો.” કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે શ્રીમન મહારાણા સાહેબ તરફથી શ્રીમાન મહેતાજી પન્નાલાલજી સાથે સંદેશે આવ્યો કે “મુનિશ્રી અહીં પધરામણી કરે.” આ પ્રમાણેની સુચના મળતાં મુનિશ્રી પિતાની શિષ્ય મંડળી સાથે “શીવ નિવાસમાં પધાર્યા. ત્યાં શ્રીમંત મહારાણા સાહેબે વિનય તથા ભક્તિભાવપૂર્વક મુનિશ્રીનું સ્વાગત કર્યું. ત્યાર બાદ મુનિશ્રીએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો.