________________ આદર્શ મુનિ. 347 ઉપદેશ. હું કા , माणुस्सं विग्गहं लधु, सुई धम्मस्स दुल्लहा / जं सोच्वा पडिवञ्जन्ति; तवं खंति महिंसयं // 8 // [ઉત્તરાધ્યયન અધ્યાય 3, ગાથા 8.] હે હિન્દુકુલસુર્ય યુવરાજ કુમાર સાહેબ! પ્રથમ તો આ સંસારમાં ઉચ્ચ કોટિને મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે અત્યંત કઠિન છે. જે પુર્યોદયથી તે પ્રાપ્ત થઈ જાય તે સૂત્ર (સગ્રંથ) શ્રવણ કરવાં કઠિનમાં કઠિન છે. કેમકે શ્રવણ કર્યા સિવાય આત્માને પોતાનું સ્વરૂપ માલુમ પડતું નથી. હા, આ સ્થળે એક સંદેહ ઉત્પન્ન થાય છે કે સૂત્ર (સગ્રંથ-શાસ્ત્રો) ક્યા ધર્મ (મજહબ)નાં શ્રવણ કરવાં જોઈએ. કેમકે સંસારમાં આધુનિક કાળમાં જૈન, વૈષ્ણવ, ઈસ્લામ, ક્રિશ્ચીયન, આદિ અનેક મત પ્રચલિત છે. આના ઉત્તરમાં એટલું જ કહેવું બસ થશે કે સૂત્ર એ જ છે કે જે શ્રવણ કરવાથી ત્રણ બાબતની અભિરૂચિ ઉત્પન્ન થાય. સુત્ર અથવા સદૂગ્રંથ એજ છે જે શ્રવણ કરવાથી પ્રથમ તપ કરવાની ઇચ્છા થાય. કેમકે તપ કરવાથી રાજ્ય પ્રાપ્ત થાય છે. કેઈએ કહ્યું છે કે –“તપ બિન મિલે ન રાજ.” આથી પણ અધિક તપસ્યા કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે અને એજ મેક્ષ મેળવવાનું પ્રથમ સાધન છે.