________________ આદર્શ મુનિ. ૩ર૩ (15) ગુલાબસિંહજી ચુડાવતે જાહેર કર્યું કે વનવાસી હિંસક પ્રાણીઓ જેવાં કે સુવર, રીંછ, ચિત્તા વિગેરે તથા ઝેરી જંતુઓ જેવાં કે સાપ, વિંછી, ઈત્યાદિ સિવાયનાં કઈ * પણ પ્રાણીઓને કદાપિ સતાવીશ નહિ અગર હત્યા કરીશ નહિ તથા યાવજીવન મદિરાપાન અને માંસ ભક્ષણ કરીશ નહિ. (16) રાવસાહેબ હનુમંતસિંહજીએ જીવહિંસા તથા મદિરાપાન તથા માંસ ભક્ષણને ત્યાગ કર્યો. (17) ગવરજી ખરવડે કદાપિ કેઈ પણ નિરપરાધી પશુ ઉપર શસ્ત્ર ન ચલાવવાના શપથ લીધા. (18) તખ્તસિંહજી ચૂડાવતે, તીતર, લવા (એક જાતનું પક્ષી) તથા હરણની હત્યા ન કરવાના સોગંદ ખાધા. - (1) ધાબાઈ પ્રતાપજીએ હરણ, માછલી તથા બકરાને સંહાર ન કરવાની પ્રતિજ્ઞા કરી. (20) અર્જુનસિંહજી રાણાવતે પ્રતિજ્ઞા કરી કે આજથી હું કઈ પણ જીવની હિંસા કરીશ નહિ, તથા માછલી અને ઈડને રાક તરીકે ઉપયોગ કરીશ નહિ. . (21) કિશનસિંહજી ચાવડાએ જાહેર કર્યું કે આજથી હું કદાપિ હરણ, સાબર તથા અન્ય કઈ પણ માદા પશુને શિકાર કરીશ નહિ. (22) કુરજી સાકરવાળે હરણ, સાબર, તથા પંખેરૂઓની હત્યા ન કરવાનું પ્રણ લીધું. (23) હજૂરી હરિરામજીએ હિંસા માત્ર ન કરવાની પ્રતિજ્ઞા લીધી. તથા મરઘાં, હરણ તથા તીતરને ના માર