________________ 306 >આદર્શ મુનિ. કહ્યું કે આ ચાતુર્માસ માટે તે ઉદયપુરની વિજ્ઞપ્તિને સ્વીકાર કરવામાં આવ્યા છે. આ સાંભળી ત્યાં એકત્ર થએલી જનતા સામે જોઈ સલાના દરબારે કહ્યું કે આ ચાતુર્માસની પછીના ચાતુર્માસ સં. (1983) અહીં કરાવવા માટે તમે સઘળા ખૂબ કોશીશ કરજે. વળી મુનિશ્રી તરફ ફરીને કહ્યું કે જ્યારે આ લેકો આપની પાસે ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવે ત્યારે આપ તેને કૃપા કરી જરૂર સ્વીકાર કરજે. આના પ્રત્યુત્તિરમાં મહારાજશ્રીએ કહ્યું કે આગળની વાત આગળ જોઈ જશે. કેમકે સાધુઓના નિયમાનુસાર તે બાબત અત્યારે નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. ત્યારપછી ત્યાંથી વિહાર કરી પિપલદે પધાર્યા.