________________ ૨૭ર >આદર્શ મુનિ ત્યાં જોધપુરથી કેપ્ટન ઠાકર કેસરીસિંહજી સાહેબ, દેવડા, જાગીરદાર ગલથની (મારવાડ) અને બ્રહ્મચારી શ્રીલાલજી, ઠાકર લાલસિંહજી, તુંવર કુચામણ અને જગદીશ સિંહ ગહેલોત H. L. M. S. વગેરે મહારાજશ્રીનાં દર્શન અર્થે આવ્યા હતા. દર્શન કરીને ઉપદેશ સાંભળે, અને ઘણું પ્રસન્ન થયા. કેપ્ટન સાહેબે કહ્યું કે મેં સં. 1973 માં જોધપુર કુચામણની હવેલીમાં આપશ્રીને ઉપદેશ સાંભળ્યું હતું. આપના વ્યાખ્યાનરૂપ સાગરમાંના અહિંસારૂપ મેજાઓ લઈને-મેળવીને, ઠેકાણે ઠેકાણે ભટક્તા કેટલાય જાગીરદારમાં તેમજ બીજા લેકમાં દારૂ તેમજ માંસ ત્યાગનો પ્રચાર કરી રહ્યો છું. તેમાં મને ઘણું સફળતા મળી છે, પરિણામે આજે અનેક જગ્યાએ દારૂ અને માંસની વપરાશ ઘટી ગઈ છે, છતાં હજી પ્રયત્ન તે ચાલુ જ છે. સાહેબ આ ફળ આપનાં વ્યાખ્યાનનું છે. બ્રહ્મચારી પણ આ કાર્યમાં જ મસ્ત છે. પૂરતો પ્રયત્ન છતાં એકતા કરાવવાના કાર્યમાં પૂરતી સફળતા નહિ મળેલી લાગવાથી માગશર વદ ૪ને રોજ મહારાજશ્રીએ અહિંથી વિહાર કર્યો અને રાત્રિના સમયે શહેરની બહાર રામસ્નેહી આશ્રમમાં નિવાસ કર્યો. રાત્રે શ્રીમાન હાકેમ સાહેબ પણ દર્શનાર્થે આવ્યા, તેમણે કેટલાક તાવિક મુદ્દાઓ ઉપર ચર્ચા ચલાવી હતી. ત્યાંના લેકેએ સવારે એક બીજું વ્યાખ્યાન આપવાનું પણ મહારાજશ્રી પાસે કબૂલાવ્યું હતું. જો કે આ સ્થાન શહેરથી કેટલેક છેટે હતું તે પણ ઉપદેશ સાંભળવા માટે જનતાએ મેટી સંખ્યામાં હાજરી આપી હતી. અહિં મહારાજશ્રીએ એકતા સંબંધી ઉપદેશ દેવામાં સહજ