________________ આદર્શ મુનિ વિનંતિ. સુજ્ઞ વાચકને વિદિત થાય કે સમયના અભાવને લીધે શ્રીમાન સંગ્રહકર્તા મહદયને સમગ્ર ગ્રંથ શ્રવણ કરવાનો તથા શ્રીમાન અનુવાદક મહાશયને વાંચી સંભળાવવાને તથા પ્રફ જોવાનો અનુકુળ સમય ન મળવાથી કેટલેક સ્થળે અક્ષમ્ય ત્રુટીઓ રહી ગઈ છે. જેવી કે 41 એકતાળીસની તપશ્ચર્યાની જગાએ 4 (સવાચાર)નો આંકડે અને ચાળીસ તથા ચુંમાબીસની તપશ્ચર્યાને ઠેકાણે એંશી તથા અઠયાશીના આંકડા છપાઈ ગયા છે. વળી શકતસિંહજીને બદલે શત્રુસિંહજી, જાલમસિંહજીને બદલે જાલિમસિંહજી, અનેક ગુણની જગાએ અસંખ્ય ગુણે ઈત્યાદિ કેટલાક શબ્દમાં ફેરફાર થઈ ગયે છે, તેને માટે ઉદારચિત વાંચકોની અમે ક્ષમા યાચીએ છીએ. પ્રકાશક,