________________ ૨૬ર આદર્શ મુનિ. એટલુંજ હું પ્રાર્થ છુ. બસ, મારા ઉપર આપ સર્વે એટલી કૃપાદ્રષ્ટિ કરશે. ત્યારબાદ મારે માતા પિતા તથા કુટુંબીઓ સાથે ખૂબ વાદવિવાદ થયે. પરંતુ આખરે મેં સઘળાને સમજાવી દીક્ષા લીધી. તે દિવસથી અનાથ મટીને હું સનાથે થયે છું હવે હું માત્ર મારા આત્માની જ નહિ પરંતુ બીજાં પ્રાણીઓની પણ રક્ષા કરું છું. તેથી મારે પિતાને તથા બીજાઓને પણ નાથ બન્યો છું. આ દૃષ્ટાંત ઉપરથી જ હે રાજન! તું વિચાર કર કે તું અનાથ છે કે સનાથ? જે ભોગવિલાસ અને સમૃદ્ધિસૂચક સાધને મને તું આપવાનું કહે છે તેના કરતાં સવાયાં સાધને મારી પાસે હતાં. સગાંસંબંધીઓ તથા યાચિત મિત્રમંડળ પણ હતું, છતાં આ સઘળાંમાંથી કઈ પણ મને મારા દુઃખમાંથી બચાવી શકયું નહિ. આ ઉપરથી એ તે સ્વયંસિદ્ધ છે કે હું અનાથ હતો. શું તારામાં કેઈને દુઃખ અગર મૃત્યુના મુખમાંથી બચાવવાની શક્તિ છે? મનુષ્યના મહાનમાં મહાન રિપુઓ મૃત્યુ અને કર્મ છે. તેમનાથી બચાવવાની તારામાં શક્તિ નથી, તેથી જ મેં તને અનાથ કહ્યું હતું. હવે જે તને પેલા મારા શબ્દ અનુચિત લાગતા હોય તો હું તે પાછા ખેંચી લઉં. શ્રેણિક -મહારાજઆપનાં વચન તદન સત્ય છે. માત્ર મારીજ ભૂલ છે. હવે મને ખાત્રી થાય છે કે હું જાતે પણ અનાથ છું. મેં મારી સંપત્તિ માટે વૃથા અભિમાન કર્યું. મૃત્યરૂપી શત્રુ સામે ચાહે એટલી સંપત્તિ અથવા સત્તા હેય છતાં તે સઘળું તુચ્છ છે,