________________ > આદર્શ યુનિ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~ તથા પવિત્ર જીવન ગાળવા તથા કર્મોને ક્ષય કરી કેવળ જ્ઞાનપ્રાપ્તિના શુભ મુહૂતની રાહ જોવા લાગી. પરંતુ જેનાં કર્મ ફળને ક્ષય થયો હતો નથી, તેને પોતાનાં કર્મોને અનુરૂપ ભેગ ભેગવવા પડે છે. એક દિવસ શેઠ બહારથી ઘેર આવ્યા, તે વખતે કંઇ કાર્ય પ્રસંગે મૂલા બહાર ગઈ હતી, અને ચંદનબાલા ધર્મધ્યાનમાં રેકાઈ હતી તેણે પોતાના ધર્મના પિતાને ઘેર આવેલા જાણી, ઉઠીને યોગ્ય સત્કાર કર્યો અને બેસવાને આસન આવ્યું. ધનાવહ શેઠ પોતાની પુત્રી માફક તેના ઉપર પ્યાર કરવા લાગ્યો, એટલામાંજ મૂલા બહારથી ઘેર આવી. તેણે પિતા પુત્રીના આ પવિત્ર પ્રેમને નિરખી લીધે, અને તેથી તેના મનમાં ઘર કરી બેઠેલી શંકા દઢીભૂત થઈ. તે વિચારવા લાગી કે, “શેઠ આ યુવતી ઉપર આસક્ત થયા છે. વળી હું વૃદ્ધા થઈ ગઈ છું, તેથી મને મારી નાખી તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પણ હું કેટી ઉપાય તેમ ન થવા દઉં.” આમ વિચાર કરી ચંદનબાલાને નાશ કરવાનો તેણે નિરધાર કર્યો. એક દિવસ ધનાવહ શેઠ પોતાની દુકાનના કામમાં અતિશય રેકાયા હોવાથી ઘેર ન આવ્યા. પિતાનું ઇચ્છિત કાર્ય પાર પાડવાને મૂલાને આ ચગ્ય અવસર લાગ્યો. તેથી એક હજામને બેલાવી ચંદનબાલાનો કેશકલાપ જે તેના સંદર્યમાં વૃદ્ધિ કરતું હતું, તે કપાવી, મુંડન કરાવી નાખ્યું, અને તેને બાંધીને ઘરની અંદર એક એારડીમાં નાખી. આ મહાયાતનાથી પણ ચંદનબાલાના ધીર હૃદયને કંઈ દુઃખ ન થયું કેમકે આ શ્લેક તેને હરેક વખત આશ્વાસન આપતે હતે:–