________________ આદર્શ મુનિ. 235 ~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પાસે રાખતા નથી; અથવા તે અમારે માટે બીજા પાસે રખાવતા નથી, તે એટલે સુધી કે જે કદાચ કપડાં શીવવા માટે સેય સરખી જોઈએ તો તે પણ ગૃહસ્થાશ્રમી પાસે લઈએ છીએ. અને જે તે ભૂલેચૂકે પણ એકાદ રાત પાસે રહી જાય તો તેના દંડ તરીકે એક ઉપવાસ કરવો પડે છે. અમારાં પાત્ર સઘળાં કાષ્ટનાં બનેલાં હોય છે. કેમકે ત્રાંબા, પિત્તળ કે કાંસાના વાસણમાં અમે જમતા નથી, તેમજ પાસે પણ રાખતા નથી. અમે રાત્રે અન્નજળ પણ ગ્રહણ કરતા નથી. દિવસમાં એકજ સ્થળેથી ભેજન ન લાવતાં થોડું થોડું અનેક ઘરેથી લાવીએ છીએ. તેટલા માટે જ તે ગોચરી કહેવાય છે. અમારા ખાતર ચાહે એટલું સ્વાદિષ્ટ, મિષ્ટ ભજન બનાવ્યું હોય છતાં અમે તેને સ્વીકાર કરતા નથી. નરેશ:–મહારાજ, ત્યારે આપ કેવા પ્રકારનું ભજન કરે છે ? મુનિ –સંસારીઓ માટે જે કંઈ તયાર કરવામાં રાંધવામાં) આવ્યું હોય, તેમાંથી અમે થોડું થોડું લઈએ છીએ. અમારે માટે ખરીદ અગર વેચાણ કરી ભેજન આપે તેને અમે અંગીકાર કરતા નથી. 4-5 મહીના પછીની ગર્ભવતી સ્ત્રીના હાથનું ભેજન લેતા નથી, કેમકે તેના ઉઠવા બેસવામાં તથા હરવા ફરવામાં પણ તેને કષ્ટ પડે છે. બારણું ખાલીનેભેજન આપે અથવા કાચુ પાણી, અગ્નિ, વનસ્પતિ, મીઠું, બીયાં, ફૂલ ઈત્યાદિને એકત્રીત કરીને ભેજન આપે તે તેને પણ અમે સ્વીકાર કરતા નથી. કાકડી, મકાઈ, ખડબુચ, જામફળ, સીતાફળ, નારંગી તથા દાડમ