________________ -~-~ ~-~~~-~ - ~~~-~ ~-~ >> આદર્શ મુનિ. હમદ ગામ સુધી દર્શનાથે દેડી આવતા હતા. ત્યારબાદ વિજજાગામને લેકેના આગ્રહથી તેમને ગામ (વિજે) પધાર્યા. ત્યાં વ્યાખ્યાન આપ્યું અને તેની કિશનલાલજી (હાદ નિવાસી)એ પતાસાની પ્રભાવના વહેંચી. પછીથી આગરા (હેલ્કર સ્ટેટ)માં પધાર્યા. ત્યાં બદ્દા પટેલે સઘળા ખેડૂતોને એકત્ર કરી વ્યાખ્યાન કરાવ્યું, અને સાકરની પ્રભાવના વહેંચી. ત્યાંથી વિહાર કરી દેપાલપુર પધાર્યા. ત્યાં વેતામ્બર સ્થાનકવાસીનું એકપણ ઘર નહોતું. પરંતુ દહેરાવાસી ભાઈઓના આગ્રહથી બજારમાં વ્યાખ્યાન આપ્યું. લોકેએ ખૂબ પ્રેમ પ્રદર્શિત કર્યો. ત્યાં હૈદરાબાદ નિવાસી રાયબહાદુર શેઠ જવાલાપ્રસાદજી ઈન્દોરથી આવ્યા હતા, તેમને સમાચાર મળ્યા કે મહારાજશ્રી દેપાલપુરમાં વિરાજે છે, તેથી તે તથા રામલાલજી તથા સુખલાલજી કીમતી ત્યાં આવ્યા. વ્યાખ્યાન સાંભળી, થેડી ઘણી વાતચીત કરી પાછા ઈન્દર ચાલ્યા ગયા. અહીં મહારાજશ્રીએ બીજું એક વ્યાખ્યાન કરી, ગૌતમપુર તરફ પ્રયાણ કર્યું. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપી બડનગર તરફ વિહાર કર્યો. ત્યાં પણ સ્થાનકવાસીઓનાં માત્ર 1-2 ઘર હોવા છતાં દહેરાવાસી બંધુઓએ મહારાજશ્રીને આગ્રહપૂર્વક વિનંતિ કરી રેકી છ વ્યાખ્યાન કરાવ્યાં. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી રતલામ પધાર્યા, કેમકે શાસ્ત્ર વિશારદ પૂજ્ય મુનિ મુન્નાલાલજી મહારાજ ત્યાં વિરાજતા હતા. તેઓનાં દર્શન કરી, ચાંદની ચેક તથા નીમચ ચોકમાં છ વ્યાખ્યાન આપી ધામણાદ થઈ ફાગણ વદી 14 ને રોજ સેલાને પધાર્યા. ત્યાં જાહેર વ્યાખ્યાન આપ્યું, તેનો સારો પ્રભાવ પડે.