________________ આદશ મુનિ થાય છે. સત્યનિષ્ઠા, આદર્શચરિત્ર, દૂરંદેશીપણું, દઢતા, ઈન્દ્રિય-નિગ્રપણું તથા ધર્માચરણ વિગેરે અલૈકિક ગુણોથી ભરપુર એવી તે વિભૂતિઓ જે દેશમાં, જે કાળે, જે સમાજમાં ઉદ્દભવે છે, તેની ભાવિ ઉન્નતિનો માર્ગ સરળ અને મેકળે કરી આપે છે. આપણું ચરિત્રનાયક પણ એવાજ સ્વર્ગીય સદ્ગુણસંપન્ન છે. તેમના જીવનને ઘણો અમૂલ્ય સમય, અહિંસા, નિર્વાણ તથા વાસનાઓના નાશમાં ઉપસ્થિત થતી અડચણેને સરળ કરી તેને મધ્ય ભારતવર્ષના લગભગ બધાં ગામમાં પ્રચાર કરવામાં વીત્યો છે, અને વીતે છે. તેમના વ્યાખ્યાનોની ભાષા બોધદાયી, વિશ્વબંધુત્વના ભાવથી ભરપુર તથા સરળ હોવાને લીધે ઘણી પ્રભાવશાળી છે. આવા એક પ્રભાવશાળી મહાન સંતપુરૂષનું જીવનચરિત્ર જનતાને મળે તો ધર્મને નામે પ્રચલિત અનેક દુષ્ટ રૂઢીઓનું સહેલાઈથી નિવારણ કરી શકાય એ નિર્વિવાદ છે. છેલ્લા બાર માસમાં મુંબઈ નગરી અને તેની આસપાસનાં પરાંની ગુજરાતી જનતાને મહારાજશ્રીનાં દર્શન અને શ્રવણને અપૂર્વ લાભ પ્રાપ્ત થશે. તેથી તેઓશ્રીને વિશે વિશેષ જાણવાની નિસગિક ભાવનાને પ્રાદુર્ભાવ થયો. આને લીધે જનતાનું “આદર્શ—મુનિ” મૂળ ગ્રંથ તરફ લક્ષ ખેંચવામાં આવ્યું. પરંતુ તે હિંદીમાં લેવાથી સમસ્ત ગુજરાતી જનતાને સંતોષ થાય તેમ ન હતું. તેથી મૂળ ગ્રંથ ઉપરથી “પ્રખર વક્તા 5, મુનિ શ્રી ચૈથમલજી મહારાજશ્રીને સંક્ષિપ્ત પરિચય નામના નાનકડે ગ્રંથ પ્રગટ કરાવવામાં આવ્યું. પણ તેથીયે સંતોષ ન પામતાં મુંબઈમાંના ચાતુ