________________ આદર્શ મુનિ 195 પુષ્કળ નરનારીઓ આવ્યાં હતાં. નગરમાં પ્રવેશ કર્યા બાદ ઉપરોક્ત શ્રીમાન શેઠ ઉદયચંદજીના મકાનમાં ઉતર્યા. નિયત સમયે વ્યાખ્યાનનો પ્રારંભ થયે. પહેલા મહારાજશ્રીના સુગ્ય શિષ્ય પ્યારચંદજી મહારાજ જ્ઞાતાસૂત્ર કહેતા. ત્યારબાદ મહા રાજશ્રી પિતાનું આકર્ષક વ્યાખ્યાન કરતા. તેઓશ્રીનું વકતૃત્વ એટલું સુંદર ખીલી નીકળ્યું છે કે રસ્તે જતો માણસ પણ તેમનું વ્યાખ્યાન સાંભળ્યા સિવાય જાય નહિ. સારાયે નગરમાં તેઓશ્રીના વ્યાખ્યાનની પ્રશંસા થવા લાગી. મોટા મોટા રાજ્યમર્યભારીઓ તથા રતલામના કાઉન્સીલના માજી સભ્ય પંડિત ત્રિભુવનનાથજી સ્ત્રીએ પણ વ્યાખ્યાનને લાભ મેળવ્યા. તે વખતે મહારાજશ્રીના સુયોગ્ય શિષ્ય પ્યારચંદજી મહારાજના નાના બંધુ ચાંદમલજી મહારાજ વૈરાગ્ય લઈ પ્રતિક્રમણ શીખતા હતા. વળી જોધપુર નિવાસી વિસા ઓશવાળ નાથુલાલજી તથા રામલાલજી પણ વૈરાગ્ય લઈ પ્રતિકમણ શીખતા હતા. આ પ્રમાણે પુષ્કળ આનંદ લુંટાતા હતા. દૂર દૂરના લોકે દર્શનાર્થે આવતા હતા. તેમજ ધર્મધ્યાન પણ સારા પ્રમાણમાં થતું હતું. આ સઘળે વૃત્તાંત ક્ષમાપત્રિકામાં ઉચિત સમયે પ્રગટ થઈ ગયો છે. ત્યાં ચરિત્રનાયકજીની સેવામાં રહેતાં તપસ્વી શ્રી મયાચંદજી મહારાજે તપશ્ચર્યા કરી. સારાયે નગરમાંથી મકાન ચિકાર થતાં પણ ન માય એટલી મેદની દર્શનાથે એકત્ર થતી. મહારાજશ્રીના ઉપદેશને જે વ્યક્તિ સાંભળે છે, તેના ઉપર આ જન્મમાં તેની અસર નિર્મળ ન થાય એવો પ્રભાવ પડે છે. એમ નહિ કે વ્યાખ્યાન સાંભળતી વખતે ખૂબ તલિલન, અને પછીથી એનએ! મહન્તલાલદાસજી કે જેમણે પહેલાં મહારાજશ્રીનાં વ્યાખ્યાન સાંભળ્યાં છે, તેમના