________________ આદર્શ મુનિ. *^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^ ત્યાંથી વિહાર કરી ડુંગરે પધાર્યા અને ત્યાથી પાછા ફરીથી સાદડી ગયા. ત્યાં તેઓશ્રીએ બીજાં બે વ્યાખ્યાન આપ્યાં. તેને પરિણામ એ આવ્યું કે ત્યાંની સ્ત્રીઓમાં વિખવાદ ઉત્પન્ન થયે હતો, એટલે કે પાંચ સાત સ્ત્રીઓ ઉપર અસ્પૃશ્ય હેવાનો દેષ મૂકવામાં આવ્યું હતું, અને તેઓને બીજી સ્ત્રીઓ સ્પર્શ સરખો પણ કરતી નહતી. આ વિખવાદ મીટાવવાને કેટલાક સાધુ મહાત્માઓએ પ્રયત્ન આદર્યા હતા, પણ તે સઘળા નિષ્ફળ નીવડયા હતા. પરંતુ મહારાજશ્રીના ઉપદેશથી એ નિર્મળ થયો અને બધાંમાં પરસ્પર ઐક્યતા થઈ ગઈ. આ પ્રમાણે શાંતી સ્થાપન કરી તેઓશ્રી ત્યાંથી છેટી સાદડી પધાર્યા, કે જ્યાં પૂજ્ય શ્રી લાલજી મહારાજના સંપ્રદાયના અનુયાયી મુનિમહારાજે વિરાજતા હતા, તેથી તેઓશ્રીએ ત્યાં વ્યાખ્યાન ન કર્યું. , નાગરિકોએ તથા ખાસ કરીને રાજ્યકાર્યભારીઓએ અત્યાગ્રહ કર્યો ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે વ્યાખ્યાન તો દરરોજ થઈ રહ્યાં છે. આના પ્રત્યુત્તરમાં લોકેએ જણાવ્યું કે તેમનાં વ્યાખ્યાન પંચાયતીની હવેલીમાં થાય છે, અને આપનું તો બજારમાં થશે. વળી જાહેર જનતા તેને માટે અત્યંત ઉત્સુક છે, તેથી વધુ નહિ તો આખરે એકાદ વ્યાખ્યાન તો જરૂર કરો. પરંતુ મહારાજશ્રીને અવકાશને અભાવ હતો, તેથી રોકાઈ શકયા નહિ. ત્યાંથી પ્રાતઃકાળે વિહાર કરી તેઓશ્રી નીમચ પધાર્યા. ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ત્યાંથી મલ્હારગઢ થઈ મન્દસાર પધાર્યા, કે જ્યાં શ્રીનંદલાલજી મહારાજ તથા શ્રીખૂબચંદજી મહારાજ આદિ વિરાજતા હતા. તેમના દર્શન કરી, બે વ્યાખ્યાન ર્યા પછી ત્યાંથી જાવરા તરફ વિહાર કર્યો, એગ્ય સમયે ખલચીપુર, ઢાઢર થઈ જાવરા