________________ 192 >આદર્શ મુનિ. વિહાર કરી તેઓશ્રી ગરૂડ પધાર્યા. ત્યાં એક વ્યાખ્યાન આપી હતખ તરફ વિહાર કરી ગયા. માર્ગમાં આવતાં ગામોની જનતાની વિજ્ઞપ્તિથી કૃષિકારોને વ્યાખ્યાન આપ્યાં અને લીધે ઘણા કૃષિકારે-ખેડુતોએ ત્યાગ કર્યા. દર વર્ષે ત્યાં કેટલાક બકરાઓને વધ કરવામાં આવે તે ન કરવાની સઘળાઓએ પ્રતિજ્ઞા કરી. આ પ્રમાણે હતખન્દામાં એક વ્યાખ્યાન થયું. . . ત્યાંથી વિહાર કરી નિમ્બાહેડા પધાર્યા. ત્યાંના બજારમાં તેઓશ્રીએ એક અત્યંત ઓજસ્વી અને મનરમ્ય વ્યાખ્યાન આપ્યું. તેમાં હિંદુ, મુસલમાન, દિગમ્બર જૈન, તથા દહેરાવાસી જૈન આવ્યા હતા. તે સઘળા ઉપર ખૂબ પ્રભાવ પડે અને તેથી ત્યાગ સારા પ્રમાણમાં થયા. ચૈત્ર સુદ ત્રયોદશી સમીપ આવતી હતી, તેથી “એક્યતા” ઉપર એક વ્યાખ્યાન આપી સૂચના કરી કે શ્રી મહાવીર જયતિ સઘળા પંથનુયાયીઓએ એકત્ર થઈ આનંદપૂર્વક ઉજવવી જોઈએ. બસ, આ સાંભળ્યા પછી તડામાર તૈયારીઓ ચાલવા માંડી. દિગમ્બર ભાઈઓએ મંડપ રચાવ્યું. આ ઉપરાંત બીજાં કાર્યો પણ એવી રીતે ઉકેલવામાં આવતાં હતાં, કે જે ઉપરથી એમ સ્પષ્ટ માલુમ પડતું હતું કે સઘળા પંથના જૈન એકત્ર થઈ ઉત્સવ ઉજવે છે. વાસ્તવિક રીતે તેમજ હતું, ત્યારબાદ ત્યાંથી તેઓશ્રી સાદડી (મેવાડ) તરફ વિહાર કરી ગયા, કેમકે સાદડી શ્રીસંઘ ચિતૈડ આવી તેમને ત્યાં પધારવાનું નિમંત્રણ આપી ગયો હતો. તેથી વિનતે થઈ બડી સાદડી પધાર્યા. ત્યાં બાવીસ વ્યાખ્યાન આપ્યાં. તે સાંભળી જૈન તથા જૈનેતરેએ ખૂબ ત્યાગ કર્યો.