________________ 174 >આદર્શ મુનિ. ઉદયપુર જવાનું છે માટે કૃપા કરી ઉતાવળે પધારી દર્શનલાભ આપશે. આ સંદેશે મળતાં ત્યાંથી વિહાર કરી દેવગઢ પધાર્યા, અને સરકારી મકાનમાં ઉતર્યા. સઘળાં સ્થળની મા અહીં પણ વ્યાખ્યાન સમયે મેટી જનમેદની હાજર રહેતી. રાવતજીસાહેબ દિવસમાં બે ત્રણ વારમહારાજશ્રીની સેવામાં ઉપસ્થિત થતા. તેમની ઈચ્છા મહારાજશ્રી ત્યાં થોડા વધુ દિવસ રેકાય એવી હતી. પરંતુ સમયના અભાવે તેઓ ત્યાં વિશેષ રેકાઈ શક્યા નહિ, તેથી યેગ્ય સમયે નાથદ્વારા તરફ વિહાર કરી ગયા ત્યાં પેલા લીલીયાકુંડની પેડી (પરિક્રમા) સમીપ વ્યાખ્યાન આપ્યું. ત્યાંથી દેલવાડા થઈ ઉદયપુર પધાર્યા. માર્ગમાં ઉદયપુરના શ્રાવકજને ટાંગામાં બેસીને આવતા મળ્યા. તેઓએ વિધિપૂર્વક વન્દના કરી ઉદયપુર પધારવાની પ્રાર્થના કરી. ત્યારે મહારાજશ્રીએ જણાવ્યું કે તમારે ત્યાં અતિશય પક્ષપાત છે. આ સાંભળી શ્રાવકોએ જણાવ્યું કે જે હોય તે ખરૂં; પરંતુ ત્યાં આપના અનેક અનુયાયી છે, તેથી આપ નિ:સંકેચ પધારે. તેથી મહારાજશ્રી ત્યાંથી એકલિંગજી પધાર્યા. શ્રાવકો ત્યાં સુધી તેમની સાથે સાથે ગયાં. ત્યાંથી બીજે દિવસે તેઓ ઉદયપુર પધાર્યા. વીરની જય ઘોષણાઓથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, અને દિલ્હી દરવાજાની નિકટ આવેલી લાધુવાસની હવેલીમાં ઉતારે આપવામાં આવ્યું. પ્રતિપક્ષીઓ એમ માનતા હતા કે વ્યાખ્યાનમાં કેણ જવાનું છે? પરંતુ વ્યાખ્યાનમાં 1000 મનુષ્યો આવતાં હતાં, તે જોઈ તેમને આશ્ચર્ય થયું. હિંદુ કુળ-સૂર્ય મહારાણાશ્રી ફતેહસિંહજી સાહેબના વડીલ બંધુ હિંમતસિંહજીએ મહારાજશ્રીની અત્યંત પ્રેમપૂર્વક સેવા કરી, તેમજ હાકેમ માનસિંહજી ગિરાહી હાકેમે પણ સેવાનો લાભ