________________ >આદર્શ મુનિ અજમેર શ્રીસંઘ તરફથી વિજ્ઞપ્તિઓ આવતી હતી, અને શ્રીમાન ઘનશ્યામદાસજીએ પણ ત્યાં આવી અજમેર પધારવાની મહારાજશ્રીને વિનંતિ કરી. તેથી ત્યાંથી વિહાર કરી તેઓ અજમેર પધાર્યા. ત્યાં શ્રીસંઘ વ્યાખ્યાન સાંભળી પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યું. શ્રીમાન રાવબહાદુર છગનમલજી સાહેબ, દીવાન બહાદુર શ્રીમાન ઉમેદમલજી સાહેબ લોઢા, શ્રીમાન મગનલાલજી સાહેબ, શ્રીમાન ગાઢમલજી લેઢા ઈત્યાદિએ સમસ્તસંઘ તરફથી આગામી સ વત ૧૯૭૩ના ચાતુર્માસ માટે વિનંતિ કરી. તેને સ્વીકાર કરી મહારાજશ્રી કિસનગઢ તરફ વિહાર કરી ગયા.