________________ આદર્શ મુનિ. પ્રકરણ ૨૬મું. 09.93 સંવત ૧૯૭ર-જોધપુર છે જેનેતર અને જૈનધર્મ છે CLINICAL ધપુરમાં કોઈપણ શ્રાવક સાથે પરિચય નહોતે, - જો તેથી નગરમાં પ્રવેશ કરતાં જ મહારાજશ્રીએ વિચાર્યું કે જે પહેલે વંદન કરે તેને નિવાસ . સ્થાન માટે પૂછવું. બજારમાં પહોંચતાં લેકે ઉભા થઈ વંદન કરવા લાગ્યા, ત્યારે તેમણે પૂછયું કે ભાઈઓ. નિવાસસ્થાન કયાં છે ? ત્યારે સઘળાએ જણાવ્યું કે ખંટાની પળમાં છે, ત્યાં પધારો. આ સ્થળ બજારના નાકાપરજ હતું. ત્યાં મહારાજશ્રીએ ઉતારો કર્યો. પછી ધીમે ધીમે લોકોને તેમની પધરામણની જાણ થવા લાગી. પરંતુ મોટું શહેર, ઓશવાળની અધિક વસ્તી અને મહારાજશ્રીથી લેકે અપરિચિત, આ ત્રણ કારણને લીધે બધાને તો ખબર નજ પડી. બીજે દિવસે શ્રીયુત શુભલાલજી કાયથના મકાનમાં વ્યાખ્યાન શરૂ થયું. તે દિવસે સારાયે નગરમાં આગમનની ખબર પહોંચી ગઈ અને લેકે ઉલટભેર દર્શન કરવા તથા ઉપદેશ ગ્રહણ કરવા વ્યાખ્યાનમાં