________________ આદર્શ મુનિ. ૧પ૭ એક મૈલવી તથા એક પંડિતને સાથે લઈ વ્યાખ્યાન વખતે દર્શનાર્થે આવ્યા. મહારાજશ્રીનું સારગર્ભિત વ્યાખ્યાન સાંભળી તેમને બહુ આનંદ થયે, અને પિતાને આ સુગ પ્રાપ્ત થવા માટે પિતાનું ધનભાગ્ય માનવા લાગ્યા. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી તેમણે મહારાજશ્રી સાથે તાવિક-રહસ્ય ઉપર ખૂબ વાર્તાલાપ કર્યો, અને તેથી તેમને વધારે આનંદ થયો. નવાબ સાહેબ મહારાજશ્રીની સેવામાં બે અઢી કલાક સુધી રોકાયા. પછીથી જતાં જતાં મુનિશ્રી શંકરલાલજી મહારાજ તથા મુનિશ્રી છગનલાલજી મહારાજે તથા મુનિશ્રી યારચંદજી મહારાજ જ્યાં સિદ્ધાન્ત કામુદીનું અધ્યયન કરતા હતા, તે તરફ ગયા. ત્યાંથી દરવાજા તરફ આગળ ધપતાં જ્ઞાન ખાતાની એક પેટી ઉપર તેમની દષ્ટિ પડી. તે જોઈ તેમણે પૂછયું કે આ શું છે? તેના જવાબમાં તેમને જણાવવામાં આવ્યું કે જે લેકે ત્યાં આવે છે, તેઓ કંઈ નહિ ને કંઈ દ્રવ્ય જ્ઞાનવૃદ્ધિ માટે તેમાં નાખે છે. આ સાંભળી તેમણે તેમાં 40) ચાળીસ રૂપીઆ નાખ્યા. આ પછી તેમના તરફથી વારંવાર મહારાજશ્રી પાસે સમાચાર આવ્યા કરતા, અને તે પણ વ્યાખ્યાન બાબત લોકોમાં પૂછપરછ કરતા. તેમની અભિલાષા તો એવી હતી કે પોતે હંમેશાં વ્યાખ્યાન સાંભળે, પરંતુ વૃદ્ધાવસ્થા તથા અશક્તિને લીધે તેમ કરી શકતા નહિ. છતાં એક દિવસ ફરીથી આવ્યા. તે દિવસના વ્યાખ્યાનમાં ખૂબ ઉપકાર થયે. ત્યારબાદ મન્દસારથી તાર મારફતે સમાચાર મળ્યા કે મેટા મહારાજનું સ્વાથ્ય ઠીક નથી, તેથી મહારાજશ્રીને પાલણપુરથી એકદમ વિહાર કરે પડે. આબુરોડથી લગભગ ત્રણેક ગાઉ પહોંચતા ખબર મળી કે મેટા મહારાજ દેવલોક પામ્યા, તેથી ચાતુર્માસના બાકી