________________ આદર્શ મુનિ લાગે, પરંતુ જ્યારે તેને અસ્વીકાર કરવામાં આવ્યું ત્યારે તે આસપાસ ચટાઈ વિગેરે બાંધવા લાગે, કેમકે ઠંડીના દિવસે હતા. મહારાજશ્રીએ તેમ કરતાં અટકાવી કહ્યું કે હરણ સસલાં આદિ જાનવર પાસે તે બીલકુલ ૫ડાં હતાં નથી, અને તે તો નવસ્ત્રાં ફરે છે, તે શું તેમનામાં પ્રાણ નથી? આખરે અતિશય કકડતી ઠંડીમાં તેઓએ આખી રાત્રિ ત્યાં જ નિવાસ કર્યો. પ્રાતઃકાળે પડિલેહણાક કરી તેઓ ગામમાં પધાર્યા અને દિગમ્બર ભાઈઓની ધર્મશાળામાં નિવાસ કર્યો. પછીથી પિલા શ્રાવકને પૂછયું કે વ્યાખ્યાન ક્યાં કરવાનું છે? ત્યારે તે બિચારો ગભરાયા અને બોલ્યા કે મહારાજ આટલામાં જ કોઈ ઠેકાણે કરે, કેમકે હું તથા મારે પુત્ર બેજ વ્યક્તિ શ્રેતાઓમાં છે. આ સાંભળી તેમણે બજારમાં વ્યાખ્યાન કરવાનું જણાવ્યું અને કહ્યું કે “ગભરાવ છો શા માટે ? તમે બે–જણ છે તે બહુજ છો એમ કહેવત પણ છે કે જ્યાં છે ત્યાં બસો. આમ કહી. મહારાજશ્રી પેલા શ્રાવકની દુકાને જઈ બેઠા. બે ત્રણ શિષ્ય સાથે હતા, તેમણે મંગલાચરણ કર્યું. જે સાંભળી કેટલાક લોકો આવ્યા અને વ્યાખ્યાન શરૂ થતાં તો લેકેનાં ટોળે ટોળાં આવવા લાગ્યાં. જ્યારે વ્યાખ્યાન સમાપ્ત થયું, ત્યારે લેકે કહેવા લાગ્યા કે, “મહારાજ! અમને આ વિષે ખબર નહતી. તેથી વ્યાખ્યાનમાં મેડા આવ્યા. કાલે વખતસર આવીશું. માટે કૃપા કરી બેએક દિવસ અત્રે રોકાઈ આપના ઉપદેશામૃતનું અમને પાન કરા.” મહારાજશ્રીએ આનો સ્વીકાર કર્યો, તથા બીજાં બે વ્યાખ્યાન કર્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી ભરતપૂર ગયા. * પિતાનાં કપડાંમાં કંઇ જીવજંતુ ના હોય તેનું અવલોકન કરી.