________________ * ^^^^^^^ ^^ ^^^^^^^^^^ ^^^^^^^^ ^^^^ ^^: આદર્શ મુનિ હંમેશાં વ્યાખ્યાનમાં હાજર રહેતી. આ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્રાદિ સઘળી જાતિના માણસો પણ આવતા. આ સમયે તે લોકો તરફથી ભુંજેલા ચણુનું સદાવ્રત બેસાડવામાં આવ્યું. જે આજ પર્યંત ચાલુ છે. ત્યાંથી તેઓશ્રી વિહાર કરી ભીલાડે, મંગરૂપ, પારલી, બીગેદ, માંદલગઢ, બેગમ, સીગલી તથા નીમચ થઈ ગુરૂવર્યની સાથે મલ્હારગઢ ગયા. ત્યાં ગુરૂદેવે આજ્ઞા કરી કે સંજોગ જોઈ તમે તમારા સાંસારિક સાસરામાં (પ્રતાપગઢ) જઈ ઉપદેશ કરવા માંડે. ગુરૂદેવની આજ્ઞા સાંભળી પ્રથમ તો મહારાજશ્રી મુંઝવણમાં પડી ગયા. કેમકે ત્યાં જવામાં તેઓશ્રીને અન્ય અનેક બાબતો ઉપરાંત બે બાબતોને ખાસ ડર હતો. એક તે સસરાજી ખૂબ આવેશમાં હતા, અને વળી જે માણસે બુદ્ધિ કે સમજણથી કામ લે તે શ્રેણીના તે નહોતા. બીજો ભય એ હતો કે પત્ની એમ ઈચ્છી રહી હતી કે જે કઈ પણ પ્રકારે એક વખતે ભેટો થઈ જાય તો વસ્ત્રાદિ ધારણ કરાવી ઘેર પાછા લઈ આવું. પરંતુ મુનિ મહારાજની અચલ પ્રતિજ્ઞા સમક્ષ બંનેનું કંઈ ચાલતું નહતું. પરંતુ એક પ્રકારને ઝઘડે કે ધાંધલ મચે તે પણ તેમને પસંદ નહોતું, તેથી જ મુંઝવણ થઈ, પરંતુ અંતે નિશ્ચય કરી તેઓ પ્રતાપગઢ પધાર્યા. બજારમાં વ્યાખ્યાન શરૂ કરતા કરતામાં તે તેમના સસરા તથા પત્નીને સમાચાર મળ્યા. સસરા તો આવ્યા નહોતા, તે પહેલાં જ તેમનાં સંસારી અવસ્થાના અર્ધાગના વ્યાખ્યાન સ્થળે આવી પહોંચ્યાં અને ઉભાં થઈ બેલી ઉઠયાં કે મારો ખુલાસો કર્યા સિવાય જાવ તો જોગંદ છે.” આ વખતે મહારાજશ્રીનું ધ્યાન તે વ્યાખ્યાનમાં મગ્ન હતું. તેથી તે